બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / Government strict about increasing obscene content on OTT Anurag Thakur said Abuse in the name of creativity is not tolerated
Last Updated: 11:25 AM, 20 March 2023
ADVERTISEMENT
OTT પર બાલ ખૂબ જ બોલ્ડ કન્ટેન્ટનું જાણે પુર આવ્યું છે. ઘણા OTTના શોઝ અને સીરીઝમાં વલ્ગારિટીથી લઈને ગાળો-અપશબ્દો ખૂબ બોલવામાં આવે છે. જેનો બાળકો પર ખરાબ પ્રભાવ પડે છે.
તેના જોતા જ હવે કેન્દ્રીય સરકારે કમાન સંભાળી છે. કેન્દ્રીય સુચના અને પ્રસાર મંત્રી અનુરાગ ઠાકુરે સ્પષ્ટ કહી દીધુ છે કે ઓટીટી પર ક્રિએટિવિટીના નામ પર ગાળો-અપશબ્દો અને અશ્લીલતા હવે સહન કરવામાં નહીં આવે.
ADVERTISEMENT
क्रिएटिविटी के नाम पर गाली गलौज, असभ्यता बर्दाश्त नहीं की जा सकती।
— Anurag Thakur (@ianuragthakur) March 19, 2023
ओटीटी पर बढ़ते अश्लील कंटेंट की शिकायत पर सरकार गंभीर है।अगर इसको लेकर नियमों में कोई बदलाव करने की ज़रूरत पड़ी तो @MIB_India उस दिशा में भी पीछे नहीं हटेगा। अश्लीलता, गाली गलौज रोकने के लिए कड़ी कार्यवाई करेगा। pic.twitter.com/6pOL66s88L
ક્રિએટિવિટીના નામ પર અશ્લીલતા નહીં ચાલે
અનુરાગ ઠાકુરે નાગપુરમાં એક પ્રેસ કોન્ફરન્સ વખતે કહ્યું, "ક્રિએટિવિટીના નામ પર અપમાનજક ભાષા નહીં ચલાવી લેવાય. ઓટીટી પ્લેટફોર્મ્સ પર ગાળો-અપશબ્દો અને અશ્લીલ કન્ટેન્ટ વધવાની ફરિયાગને લઈને સરકાર પણ ગંભીર છે. જો આ વિશે નિયમોમાં કોઈ ફેરફાર કરવાની જરૂરીયાત છે તો મંત્રાવય તેના પર વિચાર કરવા માટે તૈયાર છે."
તેમણે આગળ કહ્યું કે "આ પ્લેટફોર્મને ક્રિએટિવિટીની આઝાદી આપવામાં આવી હતી. અશ્લીલતાને નહીં." તેમણે કહ્યું, "તેના પર જે પણ જરૂરી કાર્યવાહી કરવાની જરૂર હશે, સરકાર તેનાથી પાછળ નહીં હટે."
Abusive language, uncivilized behaviour in name of creativity cannot be tolerated on OTT platforms: Anurag Thakur
— ANI Digital (@ani_digital) March 19, 2023
Read @ANI Story | https://t.co/ZwtOF5xM7X#OTT #AnuragThakur #UnionMinister pic.twitter.com/LalFJkp4ja
થોડા વર્ષોમાં વધી ફરિયાદની સંખ્યા
અનુરાગ ઠાકુરે કહ્યું, "અત્યાર સુધી પ્રોસેસ એ છે કે મેકર્સને પહેલા લેવલ પર પ્રાપ્ત ફરિયાદોનું સમાધાન કરવાનું હોય છે. લગભગ 90 ટકાથી 92 ટકા ફરિયાદનું સોલ્યુશન તેમના દ્વારા જરૂરી ફેરફાર કરીને કરવામાં આવે છે. ફરિયાદ સમાધાનનું બીજુ લેવલ તેમના સહયોગના સ્તર પર થાય છે. જ્યાં મોટાભાગે ફરિયાદનું સમાધાન કરવામાં આવે છે. લાસ્ટમાં શાસન સ્તરની વાત આવે છે. જ્યાં ડિપાર્ટમેન્ટ કમેટીના લેવલ પર નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ છેલ્લા થોડા વર્ષોમાં ફરિયાદની સંખ્યા વધી છે અને વિભાગન તેને ખૂબ જ ગંભીરતાથી લે છે. જો તેમાં અમારે અમુક ફેરફાર કરવાના છે તો અમે તેના પર ગંભીરતાથી વિચાર કરીશું."
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.