નિર્ણય / સરકારે લીધો આ મોટો નિર્ણય, હવે આજથી તમને ગાડી ચલાવવું પડશે સસ્તુ

government slashed natural gas prices by 25 percent effective from 1st october cng png price may be reduced

સરકારે 1 ઓક્ટોબરથી એટલે કે આજથી શરૂ થનારા 6 મહિના સુધી પ્રાકૃતિક ગેસના ભાવ 25 ટકા સુધી ઘટાડી 1.79 ડોલર પ્રતિ 10 લાખ બ્રિટિશ થર્મલ યૂનિટ નક્કી કર્યા છે. સરકારી આદેશમાં કહેવાયું છે કે આ ભાવમાં ઘટાડો કરવાની સાથે જ મુશ્કેલ સમુદ્રી ક્ષેત્રોમાંથી નીકળતા ગેસના ભાવ પણ 5.61 ડોલરથી ઘટાડીને 4.06 ડોલર પ્રતિ એમએમબીટીયૂ કરી દીધા છે. CNG અને PNGના ભાવમાં આજથી ઘટાડો થયો છે. આજથી CNG 7 થી 8 ટકા સસ્તો થશે અને સાથે જ PNGના ભાવમાં પણ 4 રૂપિયા જેટલો ઘટાડો થશે. ગુજરાતના આશરે 22 લાખ ગ્રાહકોને તેનો ફાયદો થશે. મળતી માહિતી અનુસાર કેન્દ્ર સરકારે 24 ટકાનો ઘટાડો જાહેર કર્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ