આર્ટિકલ 370ને હટાવી દીધા બાદ હાલ સુધી જે કાયદા રાજ્યમાં લાગૂ થતા ન હતા તે હવે રાજ્યમાં લાગૂ થશે. આ પહેલાં જ રાજ્ય પ્રશાસને અનેક પ્રકારના બદલાવ લાવ્યા છે. જેમાં એક મોટો નિર્ણય હાલમાં જ લેવામાં આવ્યો છે. જમ્મૂ કાશ્મીરના તંત્રએ બુધવારે રાજ્યમાં કુલ 7 આયોગને ખતમ કરવાનો આદેશ આપ્યો છે. જેમાં માનવાધિકાર આયોગ અને સૂચના આયોગનો સમાવેશ કરવામાં આવ્યો છે.
જમ્મૂ કાશ્મીરમાં નવા કાયદાને લઈને તૈયારીઓ શરૂ
રાજ્યમાં પૂર્ણ થયો માનવાધિકાર આયોગનો પ્રભાવ
31 ઓક્ટોબરથી કેન્દ્ર શાસિત પ્રદેશ બનશે જમ્મૂ કાશ્મીર
જાણીતી સમાચાર એજન્સીના આધારે જમ્મૂ કાશ્મીરના તંત્રએ આપેલો આ નવો આદેશ 31 ઓક્ટોબરથી લાગૂ થશે. રાજ્ય પ્રશાસને આ 7 આયોગને ખતમ કરવાનું એલાન આપ્યું છે.
જમ્મુ કાશ્મીર માનવાધિકાર આયોગ
રાજ્ય સૂચના આયોગ
રાજ્ય ઉપભોક્તા નિવારણ આયોગ
રાજ્ય વિદ્યુત નિયામક આયોગ
મહિલા અને બાલ વિકાસ આયોગ
દિવ્યાંગ માટે બનેલા આયોગ
રાજ્ય પારદર્શિતા આયોગ
ઉલ્લેખનીય છે કે 31 ઓક્ટોબરે જમ્મૂ કાશ્મીર એક કેન્દ્ર શાસિત પ્રદેશ બનશે. આ સમયે કેન્દ્ર સરકારના અનુસાર નિયમો લાગૂ પડશે. જે રીતે નવી દિલ્હી વિધાનસભાવાળા કેન્દ્ર શાસિત પ્રદેશ છે, હવે એ જ રીતે જમ્મૂ કાશ્મીર પણ રહેશે. જે આયોગને હટાવવામાં આવ્યા છે તે કેન્દ્રના આધીન રહેશે. લદ્દાખ, ચંડીગઢ જેવા કેન્દ્ર શાસિત પ્રદેશ રહેશે. જ્યા રાજ્ય સરકાર નહીં હોય.
નોંધપાત્ર વાત એ છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે જમ્મુ-કાશ્મીરમાં માનવ અધિકાર વિશે અનેક વખત પ્રશ્નો ઉભા થયા છે. આ મુદ્દાઓ પર સુપ્રીમ કોર્ટમાં અરજીઓ પણ કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્ર સરકારે 5 ઓગસ્ટે કલમ 370 ને હટાવી દીધી, ત્યારબાદ ઘણા પ્રતિબંધો લાગુ થયા. ઘાટીમાં શાળાઓ, કોલેજો, મોબાઈલ ફોન, ઇન્ટરનેટ, પર્યટકની ચળવળ લાંબા સમયથી પ્રભાવિત રહી હતી. જો કે, હવે તમામ નિયંત્રણો ધીમે ધીમે દૂર કરવામાં આવી રહ્યા છે.