Government shares 50 cities name list where 5g started
વિકાસ /
મોદી સરકારે 5G સેવા શરૂ થનારા 50 શહેરોનું લિસ્ટ આપ્યું: ગુજરાતનો આંકડો જોઈને ખુશ થઈ જશો
Team VTV04:41 PM, 14 Dec 22
| Updated: 04:46 PM, 14 Dec 22
સરકારે બુધવારે લોકસભામાં જણાવ્યું કે 14 રાજ્યો કે કેન્દ્ર શાસિત પ્રદેશોનાં 50 શહેરોમાં 5જી સેવાઓ શરૂ થઇ ચૂકી છે.
દેશનાં 14 રાજ્યો કે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 5G સેવા
કુલ 50 શહેરોની લિસ્ટ કરી લોકસભામાં જાહેર
33 જેટલા શહેરો માત્ર ગુજરાતનાં જ છે
દિલ્હી : બુધવારે લોકસભામાં સરકારે જણાવ્યું કે 14 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોનાં 50 શહેરોમાં 5જી સેવાઓ શરૂ થઇ ગઇ છે. 50માંથી 33 શહેરો કે જ્યાં 5G સેવાઓ શરૂ થઇ તે ગુજરાતમાં છે. સરકારે આ 50 શહેરોની લિસ્ટ જાહેર કરી છે.
50માંથી 33 શહેરો માત્ર ગુજરાતનાં
સરકારે લોકસભામાં 5G સેવાઓ દેશનાં જે શહેરોમાં શરૂ થઇ છે તેની લિસ્ટ જાહેર કરી છે જેમાં 50માંથી 33 જેટલા શહેરો ગુજરાતનાં જ છે. આ શહેરોમાં અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, મહેસાણા, રાજકોટ, સુરત, વડોદરો, અમરેલી જેવા મોટાં શહેરોથી માંડીને વ્યારા, આણંદ, નડિયાદ, ગોધરા, નવસારી જેવા નાનાં શહેરોનો પણ સમાવેશ થાય છે.
મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળનાં પણ શહેરો
લિસ્ટમાં મહારાષ્ટ્રનાં 3 શહેરો અને પશ્ચિમ બંગાળ અને ઉત્તરપ્રદેશનાં 2-2 શહેરોનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાંથી મુંબઇ, પુને અને નાગપુર શહેરોનાં નામો જ્યારે પશ્ચિમ બંગાળમાંથી કોલકત્તા, સીલીગુડીનો સમાવેશ થાય છે.
આ રાજ્યો/કેન્દ્ર શાસિતનાં પણ નામ સામેલ
ગુજરાત-મહારાષ્ટ્ર સિવાય, તમિલનાડુ, કર્ણાટક, તેલંગાણા, હરિયાણા, અસમ, રાજસ્થાન, કેરળ, બિહાર, આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે.