બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / government selling profitable companies benefits electricity to oil business

મંદી / નફો કરતી આ કંપનીઓને મોદી સરકાર કેમ વેચવા માંગે છે? કોણ છે ખરીદવાની લાઈનમાં

Parth

Last Updated: 07:08 PM, 21 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું દેશમાં મંદી આવી? જો કે આ પ્રશ્નનો જવાબ તો મોદી સરકાર આપી શકે પણ કેબિનેટના આ નિર્ણયથી સરકારને પણ મંદી નડી હોય તેવું લાગી રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સિતારમણે બુધવારે પત્રકાર પરિષદ કરી જણાવ્યું કે મોદી સરકારને કેબિનેટે નક્કી કર્યું છે કે ભારત સરકારના તાબાની અને સરકારને તગડી કમાણી કરી આપતી નવરત્ન કંપનીઓમાંથી પાંચ કંપનીઓ વેચવી છે. શા માટે સરકાર નફો કરતી કંપનીઓ વેચવા માંગે છે અને કોણ છે ખરદીવાની લાઈનમાં.

  • પેટ્રોકેમિકલ અને પાવર સેક્ટરની પાંચ મોટી કંપનીઓ સરકારે વેચવા કાઢી
  • કુવૈત પેટ્રોલિયમ, સેલ અને સાઉદી અમારાકો જેવી વિશ્વની મોટી કંપનીઓ ખરીદવા તૈયાર
  • કોર્પોરેટ ટેક્સના ઘટાડા અને મંદીના કારણે અટકેલાં ટેક્સને ભરપાઈ કરવાં કંપનીઓ વેચાશે

નવરત્ન કંપનીઓમાંથી કઈ પાંચને સરકારે વેચવા કાઢી

1) BPCL - ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (મહારત્ન કંપની)
2) TSCOIL - ધ શિપિંગ કૉર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (નવરત્ન કંપની)
3) CONCOR- કન્ટેનર કૉર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (નવરત્ન કંપની)
4) THDCIL- ટિહરી હાઈડ્રો ડેવલપમેન્ટ કોર્પોરેશન ઈન્ડિયા લિમિટેડ ( મિનિરત્ન કંપની)
5) NEEPCO-  નોર્થ ઈસ્ટર્ન ઈલેક્ટ્રિક પાવર કોર્પોરેશન લિમિટેડ (મિનિરત્ન કંપની)

BPCL જેવી અઢળક નફો કરતી કંપની સરકારને વેચવી છે

સરકારે BPCLમાં 53.29% હિસ્સો વેચી દેવાનો નિર્ણય લીધો છે. નોર્થ-ઇસ્ટર્ન ઇલેક્ટ્રિક પાવર કૉર્પોરેશનમાં 100 ટકા ડિસઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે એટલે કે તેમાં સરકારનો બધો હિસ્સો વેચી દેવામાં આવશે. આ સિવાય ત્રણ કંપનીઓમાં ડિસઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે જેમાં શિપિંગ કૉર્પોરેશન ઓફ ઇન્ડિયા, કન્ટેનર કૉર્પોરેશન ઓફ ઇન્ડિયા અને THDCILનો સમાવેશ થાય છે. 

સરકાર કંપનીઓ વેચીને 1 લાખ કરોડ રૂપિયા ભેગા કરશે

સરકારે ચાલુ નાણાંકીય વર્ષમાં ટેક્સ કલેક્શન માટે 24.6લાખ કરોડનો લક્ષ્ય રાખ્યો છે જેની સામે દેશભરમાં મંદીના કારણે આ કલેક્શન ધારેલા લક્ષ્ય કરતા 2 લાખ કરોડ ઓછું થાય એવી આશંકા છે જેની સામે સરકાર આ કંપનીઓ વેચીને 1.05 લાખ કરોડ રૂપિયા એકઠા કરવાનો નિર્ધાર કર્યો છે. હાલમાં જ સરકારે કૉર્પોર્રેટ ટેક્સમાં કાપ મુક્યો જેની સામે સરકારને 1.45 લાખ કરોડનું નુકસાન જશે. જેથી સરકારે આ પ્રકારે ડિસઇન્વેસ્ટમેન્ટ કરી પૈસા એકઠા કરવાનો નિર્ણય લીધો છે. ચાલુ નાણાકીય વર્ષમાં રાજકોષીય ખાધ 3.3 ટાકા રાખવાનું લક્ષ્ય હતું જે વધીને 3.8 ટકા પર જાય તેવી આશંકા છે. 

ભારત પેટ્રોલિયમથી સરકારને 60 હજાર કરોડની આવક થાય તેવી સંભાવના

ભારત પેટ્રોલિયમ એક મહારત્ન સમાન છે જેનાથી સરકારને 60 હજાર કરોડની આવક થાય તેવી સંભાવના છે. નાણામંત્રીએ હાલમાં જ કહ્યું કે હતું કે માર્ચ 2020 સુધી ભારત પેટ્રોલિયમનું ડિસઇન્વેસ્ટમેન્ટ પૂરુ કરી લેવામાં આવશે. ચાલુ નાણાકીય વર્ષમાં તો સરકારે 1.05 લાખ કરોડ રૂપિયા મેળવવાનો લક્ષ્ય રાખ્યો છે. BPCLમાં સરકારનો હિસ્સો 53.29 ટકા છે અને આ કંપનીનું બજાર મૂલ્ય એક લાખ કરોડથી ઉપર છે. 2018-19માં BPCLને 7,132 કરોડનો નફો થયો હતો. આ કંપની માટે સાઉદી આરામકો, રોસનેફ્ટ, કુવૈત પેટ્રોલિયમ, શેલ જેવી મોટી કંપનીઓ ખરીદવા માટે બોલી લગાવી શકે છે.  

વર્ષ 2008માં જે કંપનીને નવરત્ન કંપનીનો દરજ્જો આપવામાં આવ્યો તેને વેચવા કાઢી 

શિપિંગ કૉર્પોરેશન ઓફ ઇન્ડિયા ભારતની સૌથી મોટી શિપિંગ કંપની છે. તે ભારતની એકમાત્ર કંપની છે જે બાળક સર્વિસ, ઇન્ટરનૅશનલ કન્ટેનર સર્વિસ, ઑફશોર સર્વિસ, પેસેન્જર સર્વિસ સાથે વિવિધ કારોબારમાં સામેલ છે. વર્ષ 2008માં આ કંપનીને નવરત્ન કંપનીનો દરજ્જો આપવામાં આવ્યો હતો કારણ કે આ કંપની શરૂઆતથી જ ખુબ નફો કરનાર કંપની છે. સૌથી મહત્વનું કામ LNGનું ટ્રાન્સપોર્ટનું કરે છે જે દેશના પાવર પ્લાન્ટ, કેમિકલ ઇન્ડસ્ટ્રીને મહત્વપૂર્ણ ઇંધણ આપે છે. 

પૂર્વોત્તર ભારતને રોશન કરનાર NEEPCO વેચાઈ જશે

નોર્થ ઇસ્ટર્ન ઇલેક્ટ્રિક પાવર કૉર્પોરેશન ભારતના પૂર્વ વિસ્તારની એક પ્રમુખ વીજ કંપની છે. 1976માં સ્થાપવામાં આવેલ આ કંપનીનો મુખ્ય ઉદ્દેશ આ વિસ્તારમાં વીજળીથી રોશની ફેલાવવાનો હતો.  તેના 7 હાઈડ્રો, 3 થર્મલ અને 1 સોલાર પાવર પ્લાન્ટનું સંચાલન કરવામાં આવે છે જેની કુલ સ્થાપિત ક્ષમતા 1457 મેગાવોટ છે.  2018-19માં કંપનીને 402 કરોડનો નફો થયો હતો.  

કન્ટેનર કૉર્પોરેશન ઓફ ઇન્ડિયાને 1215 કરોડનો નફો થયો હતો

કન્ટેનર કૉર્પોરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના 1988માં થઇ હતી. આ કંપની દેશભરમાં રેલવે દ્વારા કન્ટેનર લાવવા લઇ જવાનું કામ છે.  આ સિવાય કંપની પોર્ટ મેનેજમેન્ટ અને ઍર કાર્ગો જેવાં કર્યો સાથે પણ સંકળાયેલી છે. 2018-19માં કંપનીની કુલ આવક 7216 કરોડ હતી અને કંપનીને 1215 કરોડનો નફો થયો હતો. સરકારનો કુલ હિસ્સો 54.8 ટાકા છે જેમાંથી 30.8 ટકા હિસ્સો વેચી દેવામાં આવશે. 

THDCIL ઇન્ડિયા લિમિટેડમાં પોતાનો બધો જ હિસ્સો સરકાર વેચી નાખશે 

THDCIL ઇન્ડિયા લિમિટેડ ભારત સરકાર અને ઉત્તર પ્રદેશ સરકારનું સંયુક્ત ઉદ્યમ છે. જેમાં 75 ટકા હિસ્સો કેન્દ્ર સરકાર અને 25 ટકા હિસ્સો યુપી સરકાર પાસે છે. 1988માં શરુ થયેલી આ કંપની 2400 મેગાવોટનું ટિહરી કૉમ્પ્લેક્સ અને અન્ય હાઈડ્રો પ્રોજેક્ટના વિકાસનું કામ કરે છે. 2018-19માં કંપનીને કુલ 771.16 કરોડનો નફો થયો હતો. સરકાર આ કંપનીમાં પોતાનો બધો જ હિસ્સો હવે વેચી નાખશે.

સંકળાયેલા મુદ્દાઓ

Bharat Petroleum Economic Slowdown Economic crisis Economic crisis in Modi Government Economical Crisis in india Economy આર્થિક સંકટ નરેન્દ્ર મોદી નિર્મલા સીતારમણ ભારત પેટ્રોલિયમ ભારતીય અર્થતંત્ર મંદી Economic crisis
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ