Government Saving Schemes News kvp interest rate hike from 1st july
તમારા કામનું /
PPF, સુકન્યા સમૃદ્ધિ યોજનાના રોકાણકારો માટે ખુશખબર, 1 જુલાઈએ સરકાર આપશે ખાસ ભેટ, જાણો ડિટેલ્સ
Team VTV02:28 PM, 23 Jun 22
| Updated: 02:29 PM, 23 Jun 22
RBIએ એક મહિનામાં રેપો રેટમાં 90 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. જે બાદ સરકારની બચત યોજનાઓ પર વ્યાજદર 0.50 થી 0.75 ટકા સુધી વધારવામાં આવે તેવી શક્યતા છે.
RBI રેપો રેટના બેસિસ પોઈન્ટમાં કર્યો વધારો
બચત યોજનાઓ પર વ્યાજદરમાં થશે વધારો
1 જુલાઈથી લાગુ થઈ શકે છે આ ફેરફાર
જો તમે NSC, PPF અને સુકન્યા સમૃદ્ધિ યોજના જેવી બચત યોજનાઓમાં રોકાણ કરો તો તમારા માટે ખુશ ખબર છે. કારણ કે 1 જુલાઈ, 2022 થી તમને આ યોજનાઓમાં રોકાણ પર જબરદસ્ત વળતર મળવાનું છે. તમારા માટે સારા સમાચાર છે. એવું માનવામાં આવે છે કે કેન્દ્ર સરકાર તેની PPF અને સુકન્યા સમૃદ્ધિ જેવી બચત યોજનાઓ પર વ્યાજ દરોમાં જબરદસ્ત વધારો કરી શકે છે.
એવી આશા છે કે 1 જુલાઈ 2022થી નાણા મંત્રાલય સરકારની બચત યોજનાઓ પર વ્યાજદર 0.50 થી 0.75 ટકા સુધી વધારવાની જાહેરાત કરી શકે છે. તમને જણાવી દઈએ કે દરેક ક્વાર્ટરની શરૂઆત પહેલા નાણા મંત્રાલય સરકારી બચત યોજનાઓના વ્યાજ દરોની સમીક્ષા કરે છે અને તેની જાહેરાત કરે છે.
બચત યોજનાઓ પર વધી શકે છે વ્યાજદર
RBIના રેપો રેટમાં 0.90 ટકાનો વધારો કરવાના નિર્ણય બાદ ઘણી બેંકોએ થાપણો પર વ્યાજ દર વધારવાનું શરૂ કરી દીધું છે. આવી સ્થિતિમાં એવી અપેક્ષા છે કે 1 જુલાઈથી, આ સરકારી બચત યોજનાઓ પણ વ્યાજ દરમાં વધારો કરી શકે છે.
હાલમાં પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) પર 7.1 ટકા વાર્ષિક વ્યાજ મળે છે. NSC એટલે કે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ પર 6.8 ટકા વાર્ષિક વ્યાજ મળે છે. સુકન્યા સમૃદ્ધિ યોજના પર 7.6 ટકા અને સિનિયર સિટીઝન ટેક્સ સેવિંગ સ્કીમ પર 7.4 ટકા વ્યાજ મળી રહ્યું છે.
કિસાન વિકાસ પત્ર પર 6.9 ટકા વ્યાજ મળી રહ્યું છે. સ્કીમ પર એક વર્ષની ફિક્સ ડિપોઝિટ પર 5.5 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. 5.5-6.7 ટકા વ્યાજ દર અને પાંચ વર્ષની ફિક્સ ડિપોઝિટ પર પાંચ વર્ષની ડિપોઝિટ સ્કીમ પર 5.8 ટકા વ્યાજ આપવામાં આવે છે.
એપ્રિલ 2020થી વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નહીં
તમને જણાવી દઈએ કે 2020-21 ના પહેલા ક્વાર્ટરથી નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. અગાઉ નાણા મંત્રાલયે એક નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2022-23 ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે વિવિધ નાની બચત યોજનાઓ પર વ્યાજ દર 1 એપ્રિલ, 2022 થી શરૂ થઈને 30 જૂન, 2022 ના રોજ સમાપ્ત થનાર ચોથા ક્વાર્ટર માટે વર્તમાન લાગુ દરોથી યથાવત રહેશે. હકીકતમાં, નાની બચત યોજનાઓના ત્રણ મહિનાના આધાર પર સુચના કરવામાં આવી છે.