Wednesday, May 22, 2019

#GujaratBudget: મેડિકલ લાઇનમાં જવાનું વિચારતા વિદ્યાર્થીઓ માટે સરકારની મોટી જાહેરાત

#GujaratBudget: મેડિકલ લાઇનમાં જવાનું વિચારતા વિદ્યાર્થીઓ માટે સરકારની મોટી જાહેરાત
ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં આજે રજૂ થયેલા બજેટમાં આરોગ્યલક્ષી મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરતા જણાવ્યું કે. રાજ્યમાં વધુ 3 મેડિકલ કોલેજો ઉભી કરવામાં આવશે. નવસારી- અમરેલી અને વિસનગરમાં વધુ 3 મેડિકલ કોલેજો ઉભી કરાશે. 

આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જાહેરાત કરતા જણાવ્યું કે મા વાત્સલ્ય યોજનામાં આવક મર્યાદા 3 લાખથી વધારીને 4 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. જેનો લાભ રાજ્યના 15 લાખ પરિવારને હવે સીધો મળવાપાત્ર રહેશે. 

આ ઉપરાંત આયુષ્માન યોજનાની જેમ માવત્સલ્ય યોજનામાં 5 લાખ રૂપિયાની સુરક્ષા પણ આપવામાં આવશે. મહત્વનું છે આ યોજના જાહેર થતા જ રાજ્યના 68 લાખ લાભાર્થીઓને આ યોજનાનો સીધો લાભ હવે મળશે.

તો ગાંધીનગર અને સોલા સિવિલ હોસ્પિટલને સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ તરીકે પણ અપગ્રેડ કરાશે તેવું નાયબ મુખ્યમંત્રીએ પોતાની સ્પિચ દરમિયાન જણાવ્યું હતું.

રાજ્યમાં વધુ 3 મેડિકલ કોલેજ ઉભી કરાશે
નવસારી -અમરેલી અને વિસનગરમાં મેડિકલ કોલેજ ઉભી કરાશે
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ