બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / government recruitment cmo k kailashnathan start work on in women reservation

કાર્યવાહી / ભરતીઓ મુદ્દે સૌથી મોટા સમાચાર: CMOના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાશનાથનને સોંપાઈ આ જવાબદારી

Gayatri

Last Updated: 01:36 PM, 2 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારી ભરતીઓ મુદ્દે સૌથી મોટા સમાચાર મળી રહ્યાં છે. ટૂંક સમયમાં સરકારી ભરતીઓ શરૂ થઇ શકશે. હાઇકોર્ટે 1-8-2018નો વિવાદીત પરિપત્ર રદ્દ કર્યો છે. હાઇકોર્ટના ચુકાદા બાદ રાજ્ય સરકાર હરકતમાં આવી છે. CMOના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથનને મોટી જવાબદારી સોંપવામાં આવી છે.

 • ટૂંક સમયમાં શરૂ થઇ શકે છે સરકારી ભરતીઓ
 • 1-8-2018નો વિવાદીત પરિપત્ર હાઇકોર્ટે રદ્દ કર્યો
 • હાઇકોર્ટના ચુકાદા બાદ રાજ્ય સરકાર હરકતમાં 

 

GPSCના ચેરમેન દિનેશ દાસા સાથે બેઠક કરવામાં આવશે

HCના ચુકાદાનો અભ્યાસ અને તેની અસરો મુદ્દે ચર્ચા કરવામાં આવશે. ભરતી પ્રક્રિયા આગળ વધરવા વિભાગો સાથે ચર્ચા કરશે. વિવિધ ભરતી બોર્ડના ચેરમેનો સાથે બેઠક કરશે. આજે GPSCના ચેરમેન દિનેશ દાસા સાથે બેઠક કરવામાં આવશે. તો ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરા સાથે પણ બેઠક કરશે. અટકી પડેલી ભરતી પ્રક્રિયાઓની માહિતી મેળવશે. સાથે જ પરિણામ જાહેર કરવાના બાકી હોય તે મુદ્દે પણ ચર્ચા કરશે.

શું કહ્યુ હતુ હાર્ઈકોર્ટે

રાજ્યમાં મહિલા અનામતની અમલવારી મુદ્દે ગુજરાત હાઇકોર્ટના નિર્દેશ કર્યા હતા કે, રાજ્ય સરકાર અને GPSC આ અંગે પગલા લે અને  7 તબક્કામાં અનામતની જોગવાઇઓની અમલવારી કરવાની સૂચના પણ આપી હતી. 

મહિલા અનામતની જોગવાઇઓના પાલન માટે માર્ગદર્શિકા

 • સીધી લીટીની અનામતની અમલવારી કરવા આપી સમજણ
 • 7 તબક્કામાં અનામતની જોગવાઇઓની અમલવારી કરવા સુચન
 • મહિલાઓ માટેના હોરિઝોન્ટલ રિઝર્વેશન માટે HCનો દ્રષ્ટાન્ત
 • મહિલા અનામતના મુદ્દે ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો નિર્ણય
 • 1-8-2018 ના પરિપત્રની અમુક જોગવાઈને HCએ રદ કરી
 • 12 અને 13 નંબરની જોગવાઈને પડકારતી અપીલો માન્ય રખાઈ
 • સરકારના પરિપત્રની જોગવાઈ નિયમો વિપરીત હોવાની રજૂઆત
 • પુરુષોની જેમ મહિલાઓને ઓપન કેટેગરી અને અનામતના મળશે લાભ

સંકળાયેલા મુદ્દાઓ

GPSC HC cmo k kailashnathan government recruitment કે કૈલાશનાથન Recruitment
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ