government pensioners submit life certificate at home by paying 60 rupees
સુવિધા /
લાખો પેન્શન મેળવનાર લોકોને સરકારની ભેટ, માત્ર 60 રૂપિયામાં ઘરે બેઠા મેળવો આ ખાસ સર્વિસ
Team VTV08:46 PM, 04 Feb 20
| Updated: 08:51 PM, 04 Feb 20
કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયે પેન્શન વિતરણ કરનાર બેંકોને નિર્દેશ આપ્યો છે કે જે પેન્શનભાગીઓએ 30 નવેમ્બર સુધી પોતાનું જીવન પ્રમાણ પત્ર જમા કર્યું છે, એમની પાસેથી વધારે 60 રૂપિયા ચાર્જ લઇને એમના ઘરે આ સુવિધા ઉપલબ્ધ કરાવો.
સરકારે પેન્શન મેળનાર લોકોને મોટી ભેટ આપી છે
એમની પાસેથી વધારે 60 રૂપિયા ચાર્જ લઇને એમના ઘર સુધી આ સુવિધા ઉપલબ્ધ કરાવશે
17 જાન્યુઆરી, 2020ને સર્કુલર જારી કરવામાં આવ્યો છે
સરકારે પેન્શન મેળવનાર લોકોને મોટી ભેટ આપી છે. કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયે પેન્શન વિતરણ કરનાર બેંકોને નિર્દેશ આપ્યો છે. આ માટે 17 જાન્યુઆરી 2020એ સર્કુલર જારી કરવામાં આવ્યો છે. જણાવી દઇએ કે સરકારી પેન્શનભોગીઓને દર વર્ષે નવેમ્બર મહિનામાં પોતાના જીવિત રહેવાનું પ્રમાણ પત્ર બેંકમાં જમા કરવું પડે છે કારણ કે પેન્શન અટકાય નહીં.
બેંકોને આપ્યો આ નિર્દેશ
તમામ પેન્શનધારકોને લાઇફ સર્ટિફિકેટ જમા થાય, આ સુનિશ્ચિત કરવા માટે મંત્રાલયે બેંકોને કહ્યું છે કે એ પ્રત્યેક 1 ડિસેમ્બરે જીવન પ્રમાણ પત્ર જમા નહીં કરનારનું લિસ્ટ તૈયાર કરે. બેંકને લાઇફ સર્ટિફિકેટ નહીં જમા કરનાર પેન્શનરોને એસએમએએસ અને ઇમેલ દ્વારા યાદ અપાવવા કહેવામાં આવ્યો છે.
મેસેજ અથવા મેલ મોકલનારની સાથે જ બેંકોને એવું પણ પૂછવું પડશે કે શું તમે ઘરે જીવન પ્રમાણ પત્ર જમા કરવાની સુવિધા પ્રાપ્ત કરવા ઇચ્છો છો? જણાવી દઇએ કે સરકારી પેન્શનભાગીઓને દર વર્ષે 30 નવેમ્બર સુધી જીવન પ્રમાણ પત્ર આપવાનું હોય છે.
SMS અને Email મોકલીને યાદ અપાવો
મંત્રાલયે બેંકોને પેન્શનરોને SMS અને E mailના માધ્યમથી જીવન પ્રમાણપત્ર જમા કરવા માટે યાદ અપાવવા માટે કહ્યું છે. બેંક 24 ઓક્ટોબર, 1 નવેમ્બર, 15 નવેમ્બર અને 25 નવેમ્બરે પેન્શનરોને એસએમએસ ઇમેલ મોકલીને યાદ અપાવશે.
ગત વર્ષે 18 જુલાઇ 2019એ સર્કુલર જારી કરીને કેન્દ્ર સરકારે 80 વર્ષથી વધારે ઉંમરના પેન્શરોને પોતાના જીવન પ્રમાણ પત્ર જમા કરવાની સુવિધા 1 નવેમ્બરની જગ્યાએ 1 ઑક્ટોબર કરી દીધી હતી.