government of maharashtra issues guidelines for celebration of ganesh utsav in the backdrop of covid 19
તહેવાર /
મહારાષ્ટ્રમાં ગણેશોત્સવની ઉજવણી માટે ઉદ્ધવ સરકારે જાહેર કરી આ ખાસ ગાઈડલાઈન, જાણો નિયમો
Team VTV09:07 AM, 12 Jul 20
| Updated: 02:57 PM, 18 Aug 20
કોરોના સંક્રમણની અસર જિંદગીના દરેક પાસાં પર થઈ રહી છે. ધર્મ અને આસ્થા પણ તેનાથી બાકાત નથી. ગણેશોત્સવ માટે મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે કેટલીક ખાસ ગાઈડલાઈન્સ જાહેર કરી છે, તેના આધારે આ વર્ષે અહીં ગણેશોત્સવની ઉજવણી કરવામામં આવશે.
મહારાષ્ટ્રમાં ગણેશોત્સવને લઈને લેવાયો નિર્ણય
ઉદ્ધવ સરકારે જાહેર કરી ખાસ ગાઈડલાઈન
કોરોના સંકટમાં નિયમો અનુસાર કરાશે ઉજવણી
ગાઈડલાઈનમાં ભાર પૂર્વક કહેવામાં આવ્યું છે કે ગણેશજીની પ્રતિમા સાર્વજનિક સ્થાનોએ 4 ફીટ અને ઘરમાં 2 ફીટની રખાશે. ગણેશ વિસર્જન પર રોક લગાવવામાં આવી છે. તેને આવતા વર્ષે વિસર્જિત કરાશે. આ સાથે પૂજા પંડાલમાં ભવ્ય સજાવટ પર પણ પ્રતિંબધ રખાયો છે. પ્રદેશના ગૃહમંત્રી અનિલ દેશમુખે લોકોને અપીલ કરી છે કે ગણેશોત્સવ દરમિયાન ગાઈડલાઈનનું સંપૂર્ણ રીતે પાલન કરવામાં આવે.
આ છે ગાઈડલાઈનના નિયમો
પૂજા પહેલાં ગણેશ મંડળોએ નગર નિગમ અને સ્થાનીક તંત્રની પરમિશન લેવાની રહેશે.
દરેક પંડાલમાં પેવેલિયન બનાવાશે. પૂજા સાધારણ રીતે અને ઓછી સજાવટ સાથે કરાશે.
સાર્વજનિક સ્થળોએ 4 ફીટ અને ઘરોમાં 2 ફીટની મૂર્તિની સ્થાપના કરી શકાશે.
મેટલ, માર્બલની મૂર્તિઓ પર ભાર મૂકાયો છે. એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી મૂર્તિને ઘરમાં સ્થાપિત કરાશે. આ વર્ષે ગણેશ વિસર્જન પર રોક રહેશે. આવતા વર્ષે તેમનું વિસર્જન કરી શકાશે.
પૂજા સમયે સાંસ્કૃતિક કાર્યક્રમોને બદલે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કેમ્પ રખાશે. જેમકે બ્લડ ડોનેશન, કોરોના, મેલેરિયા, ડેન્ગ્યૂથી બચવાના ઉપાય માટે જાગરૂકતા.
આરતી, ભજન અને ધાર્મિક કાર્યક્રમમાં ભીડ એકઠી ન થાય અને સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તે જરૂરી રહેશે. અવાજ પ્રદૂષણ પર પણ ધ્યાન અપાશે.
ગણેશ દર્શન માટે ઓનલાઈન વ્યવસ્થા કરવી જેને કેબલ નેટવર્ક કે ફેસબુક જેવા માધ્યમથી લોકોને લાભાન્વિત કરી શકાશે.
ગણપતિ મંડપનું સેનેટાઈઝેશન થતું રહે અને સાથે જ અહીં થર્મલ સ્ક્રીનિંગની પણ વ્યવસ્થા હોવી જરૂરી છે. શ્રદ્ધાળુઓએ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે. મંડપમાં સેનેટાઈઝરની પણ વ્યવસ્થા જરૂરી રહેશે.
ભગવાનના આગમન અને વિસર્જનમાં જૂલૂસ કાઢી શકાશે નહીં. વિસર્જન સમયે જે આરતી થાય છે તે પણ ઘરમાં જ કરાશે. વિસર્જન સ્થળ ટૂંક સમયમાં જ બંધ કરી દેવાશે. બાળકો અને વૃદ્ધો વિસર્જન સ્થળે જઈ શકશે નહીં.
નગર નિગમ, અલગ અલગ બોર્ડ, હાઉસિંગ સોસાયટી, એનજીઓની મદદથી કૃત્રિમ તળાવ તૈયાર કરાશે જેમાં વિસર્જન કરી શકાશે.