Government of India's decision, Gujarat cadre IPS Rakesh Asthana will be the head of BSF
નિયુક્તિ /
ગુજરાત કૅડરના IPS રાકેશ અસ્થાનાને કેન્દ્રએ BSFના મહાનિર્દેશક બનાવ્યા, CBI vs CBI કેસમાં આવ્યા હતા વિવાદમાં
Team VTV08:34 PM, 17 Aug 20
| Updated: 08:54 PM, 17 Aug 20
રાકેશઅસ્થાનાની બોર્ડર સિક્યુરિટી ફોર્સના ડાયરેક્ટર જનરલ તરીકે નિમણૂક થઇ, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) ના વધારાના ચાર્જ પણ યથાવત રહેશે. હાલમાં ડીજી,નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) ના વધારાના હવાલા સાથે બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી (બીસીએએસ) ના ડીજી તરીકે કાર્યરત હતા.
રાકેશ અસ્થાનાને મળી મોટી જવાબદારી
BSFના નવા ડીજી બન્યા, NCBના ડીજી તરીકે ચાલુ રહેશે
એપોઇન્ટમેન્ટ્સ કમિટી ઓફ ધ કેબિનેટે કર્યો છે ઓર્ડર
ભારત સરકારે ત્રણ વરિષ્ઠ IPS અધિકારીઓની નિયુક્તિઓનો પરિપત્ર કર્યો છે, અહી નોંધનીય એ છે કે સરકારે BSFના નવા ડાયરેક્ટર જનરલ તરીકે ગુજરાત કેડરના IPS ઓફિસર રાકેશ અસ્થાનાની નિયુક્તિ કરી છે. માટે હવે ભારતની સીમા સુરક્ષાનો હવાલો સંભાળટી આ ફોર્સની કમાન એક ગુજરાતીના હાથમાં આવી ગઈ છે.
કેન્દ્રમાં મોદી સરકાર રચાયા બાદ જ જાણે કે ગુજરાત ના વહીવટી તંત્રમાંથી વરિષ્ઠ અધિકારીઓને ડેપ્યુટેશન પર લઇ જવાનો એક ટ્રેન્ડ શરુ થઇ ગયો છે. હાલમાં ગુજરાતના વહીવટી તંત્રના ઘણા વરિષ્ઠ અધિકારીઓ કેન્દ્રમાં મહત્વપૂર્ણ પદો પર કાર્યરત છે, ત્યારે ફરી એક વાર નવા નિયુક્તિ પત્રમાં ગુજરાતના અધિકારીઓને મહત્વપૂર્ણ જવાબદારીઓ સંપ્વાનો ટ્રેન્ડ સાચો પડ્યો છે.
રાકેશ અસ્થાનાની BSFના DG તરીકે નિમણૂક. સાથે જ DG, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)નો વધારાનો ચાર્જ પણ સોંપાયો.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 17, 2020
સરકારે આપી ત્રણ વરિષ્ઠ પોલીસ અધિકારીઓને વિભિન્ન પદો પર નિયુક્તિ
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના એક ઓર્ડરના આધારે આજે એપોઇન્ટમેન્ટ્સ કમિટી ઓફ ધ કેબિનેટે એક ઓર્ડર બહાર પડ્યો હતો. જેમાં ૩ વરિષ્ઠ પોલીસ અધિકારીઓના નિયુક્તિના ઓર્ડર હતા. આ ત્રણ સીનીયર ઓફિસરના નામોમાં રાકેશ અસ્થાના, V.S.K કૌમુદી અને જાવેદ અખ્તરના નામો સામેલ છે. જેમાં સૌથી મુખ્ય નામ રાકેશ અસ્થાનાનું છે,
જેને સૌથી મહત્વની એવી BSFના ડીજી તરીકેણી જવાબદારી સોંપવામાં આવી છે. સાથે જ NCB એટલે કે નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરોના ડીજીની પણ જવાબદારી તેમના પર રહેશે. તેઓ હાલમાં બ્યૂરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી (BCAS)ના ડીજી તરીકે કાર્યરત હતા.
આ સિવાય કૌમુદીને આંતરિક સુરક્ષા સ્પેશિયલ સેક્રેટરી તરીકે ગૃહ મંત્રાલયમાં નિમણુક મળી છે અને જાવેદ અખ્તરને ફાયર સર્વિસ, હોમ ગાર્ડસ અને સિવિલ ડીફેન્સના ડીજી બનાવાયા છે.
કોણ છે રાકેશ અસ્થાના?
રાકેશ અસ્થાના ૧૯૮૪ની બેચના IPS ઓફિસર છે, જેમનો ભૂતકાળ ઘણો રસપ્રદ રહ્યો છે. તેમનો જન્મ ઝારખંડમાં રાંચીમાં થયો હતો અને IPS બનતા પહેલા તેઓ ઇતિહાસના પ્રોફેસર હતા. તેમણે CBIના સ્પેશીયલ ડાયરેક્ટર તરીકે કામગીરી કરી હતી જેમાં તે સમયના CBIના નિયામક અલોક વર્મા સાથે તેમનો વિવાદ બહુ જ પ્રચલિત બન્યો હતો.
આ સિવાય ગુજરાતમાં અમદાવાદના બ્લાસ્ટનો કેસ તેમની કારકિર્દીમાં મહત્વપૂર્ણ છે જેમાં તેમણે તે કેસને માત્ર 22 દિવસમાંજ ઉકેલી નાખ્યો હતો. આ સિવાય ગુજરાતમાં આસારામ અને નારાયણ સાઈના કેસ વખતે પણ તેમણે મહત્વપૂર્ણ કામગીરી બજાવી હતી.
મૂળે ઝારખંડના અસ્થાનાએ ખાણ કામ માટે પુરા દેશમાં પ્રખ્યાત ધનબાદના લાંચ કેસમાં DGMS એટલે કે Directorate General Of Mines Safetyના ડીજીની ધરપકડ કરી હતી. આ દેશમાં તે પ્રકારનો પ્રથમ કેસ હતો જેમાં કોઈ ડીજીની ધરપકડ થઇ હોય .
આ સિવાય જયારે બિહારના ફોદર સ્કેમની તેમને તપાસ સોંપાઈ તે દરમિયાન તેમણે લાલુ પ્રસાદ યાદવ સામે ૧૯૯૬માં ચાર્જશીટ દાખલ કરેલી, જેના બાદ ૧૯૯૭માંપ્રથમ વાર લાલુ પ્રસાદ યાદવ જેલમાં ગયા હતા.