બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / Government of India declared to follow the SOP rules to prevent cyber hacking from china hackers

પાણી પહેલા પાળ / ચીન તણાવની વચ્ચે હવે સરકારી કર્મચારીઓ માટે આવું કામ ફરજિયાત બનાવાયું, કેન્દ્રનો મોટો નિર્ણય

Vaidehi

Last Updated: 04:37 PM, 13 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓને વિભન્ન મંત્રાલયો અને PSUમાં એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોટોકોલ એટલે કે SOPનું પાલન કરવા માટે કહ્યું છે. જેમાં સામાન્ય IT હાઇજીન જેમ કે કમ્પ્યુટર બંધ કરવું, ઇ-મેઇલથી સાઇન આઉટ કરવું અને પાસવર્ડ અપડેટ કરવું જેવી બાબતો સમાવિષ્ટ છે.

  • કેન્દ્ર સરકારે ચીની હેકર્સની સામે લીધો મોટો નિર્ણય
  • કર્મચારીઓને ફરજિયાત પાલન કરવા પડશે ચોક્કસ નિયમો
  • AIIMS સાયબર અટેક બાદ જાગી સરકાર

એક તરફ અરૂણાચલ પ્રદેશમાં ચીન અને ભારતની સેનાની વચ્ચે તણાવ વધી ગયો છે તો બીજી તરફ કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય ચીની સાયબર અટેકને લઇને લેવામાં આવ્યો છે. કેન્દ્રએ વિવિધ મંત્રાલયો અને પીએસયૂમાં પોતાના કર્મચારીઓને SOPનું પાલન કરવા આદેશ આપ્યાં છે. જેમાં સામાન્ય IT હાઇજીન જેમ કે કમ્પ્યુટર બંધ કરવું, ઇ-મેઇલથી સાઇન આઉટ કરવું અને પાસવર્ડ અપડેટ કરવું જેવી બાબતો સમાવિષ્ટ છે.

AIIMS સાયબર અટેક પાછળ આ કારણ? 
એક રિપોર્ટ અનુસાર એઇમ્સ સાયબર અટેકનો મુખ્ય કારણ જ એ હતો કે એક એક કર્મચારીએ બેસિક હાઇજીનનું પાલન ન કર્યું. સૂત્રો અનુસાર કર્મચારીઓ વારંવાર પોતાના કમ્પ્યુટરને લોગ ઓફ કરવું કે પોતાના ઇ-મેઇલથી સાઇન આઉટ કરવું ભૂલી જતાં હોય છે. એઇમ્સની ઘટના પાછળ પણ આ જ કારણ હોઇ શકે છે. સૂત્રોએ જણાવ્યું કે અમે સિસ્ટમને ફરીથી શરૂ કરી શકતા હતાં અને તેનાથી બીજી કોઇ સિસ્ટમ પ્રભાવિત થઇ નથી.

ચીની હેકર્સે કર્યું હતું આ કામ
સૂત્રો અનુસાર વધુ પડતાં હેકિંગ પાછળ ચીની હેકર્સનો હાથ હોય તેવું લાગી રહ્યું છે જો કે ભારતીય અધિકારી પાવર ગ્રિડ અને બેંકિંગ સિસ્ટમને હેક થતાં રોકવામાં સક્ષમ રહ્યાં છે. સૂત્રોએ જણાવ્યું કે  ચીની હેકર્સ મોટાભાગે ભારતીય યૂઝર્સનાં કમ્પ્યુટર્સનો ઉપયોગ કરી 'સ્લીપર સેલ'નાં રૂપમાં કામ કરે છે.

કડકાઇથી લાગુ થશે SOP નિયમ
વારંવાર થઇ રહેલા સાયબર અટેકને રોકવા માટે કેન્દ્ર સરકાર પાસે એક એસઓપીનો રસ્તો છે પરંતુ લોકો જ્યારે તેનું પાલન નથી કરતાં ત્યારે આવી ઘટનાઓ બને છે અને નિયંત્રણ બહાર નિકળે છે. સૂત્રોનાં જણાવ્યાં અનુસાર ગૃહમંત્રાલય, કમ્યૂનિકેશન અને આઇટી મંત્રાલયો અને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલયની સાથે આવી પરિસ્થિતિઓ પર સરકાર નજર રાખી કહી છે.

સાયબર અટેકમાં 51%નો વધારો
એક રિપોર્ટ અનુસાર 2022નાં પહેલા છ મહિનામાં રેન્સમવેર અટેકની ઘટનામાં 51% જેટલો વધાકો થવાનો અનુમાન લગાવવામાં આવી રહ્યો છે. વધુ પડતાં સાયબર હુમલાઓ ડેટા સેન્ટર્સ, આઇટી સેક્ટર અને મેન્યુફેક્ચરિંગ અને ફાઇનેન્સ, તેલ અને ગેસ સહિત મહત્વપૂર્ણ સેક્ટરોમાં થઇ રહ્યાં છે. એક રિસર્ચ અનુસાર આ વર્ષનાં પહેલાં છ મહિનામાં 18 મિલિયનથી પણ વધુ સાયબર અટેકનાં કેસો સામે આવ્યાં છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Hackers cyber attack india china એઇમ્સ હેકિંગ cyber attack
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ