ભારત સરકારની નિમણૂક સમિતિના સચિવ દ્વારા એક પત્ર જાહેર કરવામાં આવ્યો, જેમાં નીતિન ગુપ્તાને કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસમાં ચેરમેન તરીકે નીતિન ગુપ્તા
અગાઉ કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાના ડીજી રહી ચૂક્યા છે
નીતિન ગુપ્તા 1986 બેચના IRS અધિકારી
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT)ના નવા ચેરમેનની આજે પસંદગી કરવામાં આવી છે. IRS નીતિન ગુપ્તાને કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આજે ભારત સરકારે IRS નીતિન ગુપ્તાને સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સીસ-સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT)ના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે.
ભારત સરકારની નિમણૂક સમિતિના સચિવ દીપ્તિ ઉમાશંકર દ્વારા આ સંદર્ભે એક પત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં IRS નીતિન ગુપ્તાને કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
The Government of India has appointed IRS Nitin Gupta as chairman of the Central Board of Direct Taxes (CBDT). pic.twitter.com/p073ixjXHi
નીતિન ગુપ્તા 1986 બેચના IRS અધિકારી છે. અગાઉ તેઓ કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાના ડીજી તરીકે પણ કામ કરી ચૂક્યા છે. નીતિન ગુપ્તા હાલમાં સીબીડીટીમાં સભ્ય (તપાસ) તરીકે કામ કરી રહ્યા છે અને સપ્ટેમ્બર 2021માં તેમણે ચાર્જ સંભાળ્યો હતો.
CBDT શું છે ?
સીબીડીટી એટલે કે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ એ નાણા મંત્રાલયના મહેસૂલ વિભાગનો એક ભાગ છે. સીબીડીટીમાં છ સભ્યો હોય છે. ભારતમાં પ્રત્યક્ષ કરને લગતી તમામ બાબતો 1 જાન્યુઆરી 1964થી પ્રભાવી રીતે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસને સોંપવામાં આવી હતી. સીબીડીટીને બોર્ડ ઓફ રેવન્યુ એક્ટ 1963 દ્વારા સત્તા આપવામાં આવી છે. CBDTભારતમાં પ્રત્યક્ષ કર નીતિઓ અને યોજનાઓ માટે જરૂરી ઇનપુટ્સ પ્રદાન કરે છે. તે આવકવેરા વિભાગ દ્વારા પ્રત્યક્ષ કર કાયદાના વહીવટ માટે પણ જવાબદાર છે.