Government of Gujarat, New Corona Guide Line, Night Curfew
જરૂરી /
ગુજરાતમાં નવી ગાઈડલાઇનમાં શું ચાલુ- શું બંધ : રાત્રિ કર્ફ્યૂના નવા નિયમો જાણી લેજો
Team VTV08:31 PM, 07 Jan 22
| Updated: 08:43 PM, 07 Jan 22
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અધધ 5396 કેસ સામે આવતા ફફડાટ વ્યાપ્યો, આજે કોર કમિટીની બેઠક બાદ નવી ગાઈડલાઇન જાહેર થઈ
ગુજરાતમાં કોરોના કેસોમાં મોટો ઉછાળો આવતા રાજ્ય સરકારે વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. નાઈટ કર્ફ્યૂનો સમય હવે 10 રાત્રે થી સવારે 6 વાગ્યા સુધીનો કરી નાખવામાં આવ્યો છે. કોરોનાના અન્ય નિયંત્રણોમાં પણ મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા છે. હાલ સુધી રાજ્યમાં રાત્રે 11 થી 5 સુધીનો રાત્રી કર્ફ્યૂ અમલી હતો જેમાં હવે ફેરફાર કરવામાં આવ્યો છે.રેસ્ટોરન્ટ 75% ક્ષમતા રાખી જ ખુલ્લી રાખવા ફરમાન જાહેર કરવામાં આવ્યું છે.રાજ્ય ભરની શાળાઓમાં ધોરણ 1થી 9ના ઓફલાઇન વર્ગો 31 જાન્યુઆરી સુધી બંધ કરી દેવાનો મોટો નિર્ણય કરવામા આવ્યો છે. જ્યારે અન્ય ઉપરોક્ત નિયંત્રણો 15 જાન્યુઆરી સુધી લાગુ રહેશે.
8 મહાનગર અને 2 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ લાગુ
અમદાવાદ શહેર, વડોદરા શહેર, સુરત શહેર, રાજકોટ શહેર ભાવનગર શહેર, જામનગર શહેર, જૂનાગઢ શહેર,ગાંધીનગર શહેર સહિત આણંદ શહેર અને નડીયાદમાં રાત્રે 10થી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ રહેશે.
રાત્રિ કર્ફ્યૂના સમયગાળા દરમિયાન નીચેની બાબતો લક્ષમાં લેવાની રહેશે
બીમાર વ્યક્તિ, સગર્ભાઓ, અશક્ત વ્યક્તિઓને સારવાર માટે એટેન્ડન્ટ સાથે અવરજવરની છૂટ રહેશે.
મુસાફરોને રેલ્વે, એરપોર્ટ ST કે સીટી બસની ટિકીટ રજૂ કર્યેથી તેઓને અવરજવરની પરવાનગી આપવાની રહેશે.
રાત્રિ કર્ફ્યુના સમયગાળા દરમિયાન રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભ યોજી શકાશે નહી.
આવશ્યક સેવા સાથે સંકળાયેલ નાગરિકો/અધિકારીઓ/કર્મચારીઓએ અવરજવર દરમિયાન માંગણી કર્યેથી જરુરી ઓળખપત્ર રજૂ કરવાના રહેશે.
અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળેલ વ્યક્તિઓએ તેમનું ઓળખપત્ર, ડોક્ટરનું પ્રીસ્ક્રીપ્શન, સારવારને લગતાં કાગળો અને અન્ય પુરાવાઓ રજુ કર્યેથી અવરજવરની પરવાનગી આપવાની રહેશે.
અનિવાર્ય સંજોગોમાં બહાર નિકળેલ વ્યક્તિઓ સાથે ફરજ પરના અધિકારી/કર્મચારીએ માનવીય અભિગમ દાખવવાનો રહેશે.
રાત્રિ કર્ફ્યૂના સમયગાળા દરમિયાન નીચેની સેવાઓ ચાલુ રાખી શકાશે
COVID-19ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલ સેવાતેમજ આવશ્યક/તાત્કાલિક સેવા સાથે સંકળાયેલ સેવાઓ ચાલુ રહેશે.
મેડીકલ, પેરામેડીકલ તથા તેને આનુષંગિક આરોગ્યલક્ષી સેવાઓ.
ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા.
પેટ્રોલ, ડિઝલ, એલ.પી.જી./સી.એન.જી./પી.એન.જી.ને સંબંધિત પંપ, ઓપરેશન ઓફ પ્રોડકશન યુનિટ, પોર્ટ ઓફ લોડિંગ, ટર્મિનલ ડેપોઝ, પ્લાન્ટસ તથા તેને સંબંધિત ટ્રાન્સપોર્ટેશન, ડિસ્ટ્રીબ્યુશન અને રીપેરીંગ સેવાઓ
પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મિડીયા, ન્યુઝ પેપર ડીસ્ટ્રીબ્યુશન.
પોસ્ટ અને કુરીયર સર્વિસ
ખાનગી સિક્યુરીટી સેવા
ડેરી, દૂધ-શાકભાજી,ફળ-ફળાદી ઉત્પાદન, વિતરણ અને વેચાણ તથા તેની હોમ ડીલીવરી સેવા.
શાકભાજી માર્કેટ તથા ફૃટ માર્કેટ ચાલુ રહેશે.
કરિયાણું, બેકરી,બધા પ્રકારની ખાદ્ય સામગ્રીનું વેચાણ અને તે વહેંચવા માટેની ઓનલાઇન તમામ સેવાઓ.
અનાજ તથા મસાલા દળવાની ઘંટી
ઘરગથ્થુ ટીફીન સર્વિસીસ અને હોટેલ / રેસ્ટોરન્ટમાંથી Take away facility આપતી સેવાઓ.
ઈન્ટરનેટ/ટેલિફોન/મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર/ આઇ.ટી. અને આઇ.ટી. સંબંધિત સેવાઓ.
આંતરરાજ્ય, આંતરજિલ્લા અને આંતરશહેરની ટ્રાન્સપોર્ટ સેવાઓ તથા તેને સંલગ્ન ઈ-કોમર્સ સેવાઓ.
તમામ પ્રકારના ઉત્પાદન/ઔદ્યોગિક એકમો અને તેને રો-મટીરીયલ પૂરો પાડતા એકમો ચાલુ રહેશે અને તેમના સ્ટાફ માટેની વાહનવ્યવસ્થા ચાલુ રહેશે. જે દરમિયાન COVID-19 સંબંધિત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
પશુ આહાર, ઘાસચારો તથા પશુઓની દવા તથા સારવાર સંબંધિત સેવાઓ
કૃષિ કામગીરી, પેસ્ટ ક્ન્ટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા
ઉક્ત તમામ આવશ્યક ચીજ વસ્તુઓના પરિવહન, સંગ્રહ અને વિતરણને લગતી તમામ સેવાઓ.
બાંધકામને લગતી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે જે દરમિયાન COVID-19 સંબંધિત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
આ સમયગાળા દરમ્યાન એ.ટી.એમ.માં નાણાનો પુરવઠો સતત જળવાઇ રહે તે અંગે બેંક મેનેજમેન્ટે કાળજી લેવાની રહેશે.
75 ટકાની બેઠક ક્ષમતા સાથે રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. હોમ ડિલિવરી સેવાઓ 11 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.
કાર્યક્રમો
રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમોમાં મહત્તમ 400 લોકો ખુલ્લા સ્થળે, બંધ સ્થળે જગ્યાની ક્ષમતાના 50 ટકા લોકો એકત્રિત કરી શકાશે.
લગ્ન પ્રસંગ
ખુલ્લામાં મહત્તમ 400 લોકો, પરંતુ બંધ જગ્યાની ક્ષમતાના 50 ટકા (મહત્તમ 400 લોકો) વ્યક્તિઓ એકત્રિત થઇ શકશે.
50% ક્ષમતા સાથે નીચેના સ્થળોએ પ્રવેશ મળશે
સિનેમા હૉલ,જિમ, વૉટરપાર્ક તથા સ્વિમિંગ પુલ અને વાંચનલયો ઓડિટોરિયમ, એસેમ્બલી હૉલ મનોરંજક સ્થળો બેઠક ક્ષમતાના 50%થી ચાલુ રાખી શકાશે, જાહેર બાગ બગીચાઓ રાત્રિઆન 10:00 કલાક સુધી
31 જાન્યુઆરી 2022 સુધી ઓફલાઈન શિક્ષણ બંધ
રાજ્ય સરકારની મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોનાની સમગ્ર સ્થિતિ મુદ્દે મંથન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરની ધોરણ 1થી 9ની શાળાઓમાં તાત્કાલિક અસરથી ઓફલાઈન બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, સરકારી ગાઈડલાઈનના પાલન સાથે શાળા-કોલેજ, તથા અન્ય સંસ્થાઓની ભરતી પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજાશે.
તમામ પરીક્ષા રાબેતા મુજબ લેવાશે
શાળા, કોલેજો, અન્ય સંસ્થાઓની સંસ્થાઓની પ્રવેશ પરિક્ષાઓ તેમજ સપધાર્ત્મક ભરતી અંગેની તમામ પરીક્ષાઓ કોરોના ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન કરી નિયત S.O.P સાથે યોજી શકાશે. સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ/સ્પોર્ટ્સ સ્ટેડિયમ/ સંકુલમાં રમતગમત પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર ચાલુ રાખી શકાશે
ઉપરોક્ત તમામ આર્થિક પ્રવૃતિઓ સાથે સંકળાયેલા માલિકો, સંચાલકો, કર્મચારીઑ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓ માટે વેક્સિનના બે ડોઝ ફરજિયાત રહેશે.