ફેરફાર / PPFમાં રોકાણ કરનાર લોકો માટે મોટા સમાચાર, સરકારે બદલ્યો આ નિયમ

Government notifies PPF Scheme 2019 makes some tweaks

PPF એટલે કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં જો તમે પૈસા લગાવ્યા છે તો આ સમાચાર તમારા માટે બહુ જ અગત્યના છે. ભારત સરકારે તેના નિયમોમાં ફેરફાર કર્યા છે. નવા નિયમો મુજબ પીપીએફ સ્કીમ 2019 ખાતાને સમય પહેલાં બંધ કરવાના નિયમ અંગે ફેરાફર કર્યો છે. તમને જણાવી દઈએ કે, પીપીએફ ખાતામાં વાર્ષિક 1.5 લાખ રૂપિયાના રોકાણ પર સેક્સન 80C હેઠળ ટેક્સમાં છૂટ મળે છે. રોકાણ પર મળતાં વ્યાજ પર પણ કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી. મેચ્યોરિટી પર મળનારી રકમ પણ ટેક્સ હેઠળ આવતી નથી. આટલા બધાં ટેક્સ બેનિફિટ હોવાથી લોકો બેંક કે પોસ્ટ ઓફિસમાં પીપીએફ અકાઉન્ટ ખોલાવે છે. જેની મદદથી લોકો સેવિંગ્સ કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ