ફાયદો / જો તમે લોન મોરેટોરિયમનો વિકલ્પ પસંદ નથી કર્યો તો વાંચી લો આ સામાચાર, સરકાર આપી શકે છે આ ભેટ

government may compensate those borrowers who have not opted for loan moratorium

લોન મોરેટોરિયમનો લાભ લેવા માટે કેન્દ્ર સરકારે થોડાં દિવસો પહેલા સુપ્રીમ કોર્ટમાં એક સોગંધનામું રજૂ કરીને કહ્યું કે બેન્કો પાસેથી બે કરોડ રૂપિયા સુધીની લોન પર વ્યાજ પર વ્યાજ નહીં વસૂલવામાં આવે. કેન્દ્ર સરકાર જાતે જ તે ખર્ચ ઉઠાવશે. હવે એવા અહેવાલ આવી રહ્યા છે કે જે લોકોએ લોન મોરેટોરિયમનો લાભ નથી લીધો અને સમય પર લોન રિપેમેન્ટ કર્યું છે, તેમને પણ કેન્દ્ર સરકાર તરફથી ભરપાઈ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર કેશલેસ જેવા વિકલ્પ પસંદ કરી શકે છે અને તેના માટે પણ લોનની મર્યાદા બે કરોડ રૂપિયા હશે અને તેમાં વ્યક્તિગત સ્તર પર કે MSMEને આપવામાં આવેલી લોનને પણ સામેલ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર એ સુનિશ્ચિત કરવા માંગે છે કે તમામને એકસમાન લાભ મળે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ