બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Government likely to amend pension scheme, assure 40-45% minimum payout

ખુલાસો / શું કર્મચારીઓને મળશે વધારે પેન્શન? આવી ગયો સરકારનો ખુલાસો, મીડિયામાં આવ્યો હતો રિપોર્ટ

Hiralal

Last Updated: 06:09 PM, 22 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકાર પેન્શનને લઈને એક મહત્વનો નિર્ણય લઈ રહી હોવાનું સામે આવ્યું છે.

  • કેન્દ્ર સરકાર કર્મચારીઓને 40-45% ટકા પેન્શન આપી શકે
  • બે સરકારી અધિકારીઓએ કર્યો આ વાતનો ખુલાસો
  • લોકસભા ચૂંટણી પહેલા કર્મચારીઓનું વધી શકે પેન્શન 
  • જોકે હવે સરકારે મીડિયા રિપોર્ટને ફગાવ્યો

લોકસભા ચૂંટણીને એક વર્ષ કરતાં પણ ઓછો સમય રહ્યો છે અને આવી સ્થિતિમાં લોકોને પોતાની તરફ વાળવા સરકાર લાભો જાહેર કરી શકે છે. સરકારી કર્મચારીઓને પણ એક મોટો ફાયદો થઈ શકે છે. બે સરકારી અધિકારીઓએ ખુલાસો કર્યો છે કે કેન્દ્ર સરકાર હાલની પેન્શન સ્કીમમાં સુધારા-વધારા કરીને તેના કર્મચારીઓને છેલ્લા પગારના ઓછામાં ઓછા 40-45 ટકા પેન્શન આપી શકે છે. ચૂંટણી વર્ષને ધ્યાનમાં રાખીને મોદી સરકારે એપ્રિલમાં પેન્શન સિસ્ટમની સમીક્ષા માટે એક સમિતિની રચના કરી હતી. હવે સમાચાર આવ્યા છે કે સરકાર ન્યૂ માર્કેટ લિન્ક્ડ પેન્શન સ્કીમમાં ફેરફાર કરવા પર વિચાર કરી રહી છે.

સરકારે ફગાવ્યો મીડિયા રિપોર્ટને

સરકારે આ રિપોર્ટને ફગાવતાં કહ્યું કે આ કોઈ નિર્ણય લેવાયો નથી. નાણાં મંત્રાલય ગુરુવારે સ્પષ્ટતા કરી હતી કે આ મામલો વિચાર-વિમર્શ હેઠળ છે અને હજુ કોઈ નિર્ણય લેવાયો નથી. 

મીડિયામાં શું રિપોર્ટ આવ્યો હતો 
મીડિયામાં આવ્યું હતું કે સરકાર વર્તમાન પેન્શન સ્કીમમાં સુધારો કરવાની યોજના બનાવી રહી છે જેથી કર્મચારી અને સરકાર બંને હજુ પણ યોગદાન આપી શકે. પરિણામે કર્મચારીઓને છેલ્લા પગારના 40-45 ટકા પેન્શનની ખાતરી આપવામાં આવશે. આ મામલામાં એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે સરકાર કર્મચારીઓનું પેન્શન વધારવા પર વિચાર કરી રહી છે, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે તે જૂની પેન્શન સ્કીમ પાછી નહીં લાવે. સરકારનું માનવું છે કે આ નવી યોજના તે રાજ્યોની ચિંતા દૂર કરશે, જેઓ જૂની પેન્શન યોજનામાં પાછા જઈ રહ્યા છે.એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે સંશોધિત પેન્શન સ્કીમને કારણે બજેટ પર કોઈ બોજો નહીં પડે. હાલની સેલેરી દર્શાવે છે કે કર્મચારીઓના અંતિમ પગારના 38 ટકા પેન્શન તરીકે મળે છે. આ કિસ્સામાં તેઓએ ફક્ત 2 ટકા વધારાની વ્યવસ્થા કરવી પડશે. જો કે જો બજાર સતત ઘટતું રહેશે તો સરકાર પર બોજ વધશે.

રાજસ્થાન, ઝારખંડ, છત્તીસગઢ, હિમાચલમાં જુની પેન્શન યોજના 
તાજેતરમાં જ રાજસ્થાન, ઝારખંડ, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ અને પંજાબે જૂની પેન્શન સ્કીમ (OPS) લાગુ પાડવાની જાહેરાત કરી હતી. જો કે, આ રાજ્યોની આર્થિક સ્થિતિ પર તેની ખરાબ અસર પડશે.

સંકળાયેલા મુદ્દાઓ

ops pension scheme pension scheme news pension scheme
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ