બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / હવે ફેક કોલ અને મેસેજને રિપોર્ટ કરી શકશો, ભારત સરકારે ખાસ એપ લોન્ચ કરી

તમારા કામનું / હવે ફેક કોલ અને મેસેજને રિપોર્ટ કરી શકશો, ભારત સરકારે ખાસ એપ લોન્ચ કરી

Last Updated: 02:22 PM, 17 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

DoT એ ફેક કોલ અને મેસેજને રિપોર્ટ કરવા માટે સંચાર સાથી મોબાઈલ એપ લોન્ચ કરી દીધી છે. કેન્દ્રીય સંચાર અને નોર્થ-ઈસ્ટ વિકાસ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ દૂરસંચાર વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં આ મોબાઈલ એપને લોન્ચ આકરી હતી. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રીએ નેશનલ બ્રોડબેન્ડ મિશન 2.0 પણ લોન્ચ કર્યું છે.

Sanchar Saathi મોબાઈલ એપ લોન્ચ થઈ ગઈ છે. આ એપનો ફાયદો દેશના કરોડો મોબાઈલ યુઝરને થશે. આ એપની મદદથી યુઝર પોતાના ફોનથી જ ફેક કોલ અને મેસેજને રિપોર્ટ કરી શકશે. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આ એપની સાથે નેશનલ બ્રોડબેન્ડ મિશન 2.0 પણ લોન્ચ કર્યું છે જેનાથી હવે દેશના દરેક ગામમાં ફાઈબર બ્રોડબેન્ડ સુવિધા મળી શકશે. વર્ષ 2017 માં મોડી સરકારે નેશન બ્રોડબેનફ મિશન લોન્ચ કરવાની જાહેરાત કરી હતી જેનું લક્ષ્ય દરેક ગ્રામ પંચાયત સુધી ઓપ્ટિકલ ફાઈબર પહોંચતુ કરવાનું છે.

સંચાર સાથી એપ લોન્ચ

સંચાર સાથી પોર્ટલનો ફાયદો દેશના 120 કરોડ મોબાઈલ યુઝરને થશે. મોબાઈલ યુઝર પોતાના જ સ્માર્ટ ફોનથી જ સ્પામ કોલ્સ કે અનવોન્ટેડ કોલ કે ફેક કોલ્સ અને મેસેજને રિપોર્ટ કરી શકશે. સંચાર સાથી પોર્ટલ સરકારે વર્ષ 2023 માં લોન્ચ કટયું હતું. આ પોર્ટલની મદદથી ફેક કોલ અને મેસેજ સાથે ખોવાયેલા મોબાઈલ ફોનને IMEI નંબર પરથી બ્લોક કરી શકાય છે. અને આધારકાર્ડ સાથે લિન્ક મોબાઈલ નબંરની તપાસ પણ કરી શકાય છે. હવે આ તમામ સુવિધા યુઝર્સને એપ દ્વારા મળશે.

કેન્દ્રીય મંત્રીએ ભારતના વધતા ડિજિટલ અર્થતંત્રમાં મોબાઇલ વપરાશકર્તાઓના યોગદાનનો ઉલ્લેખ કર્યો. ઉપરાંત, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત મિશનમાં ટેકનોલોજીના યોગદાન વિશે વાત કરવામાં આવી છે. સરકાર દ્વારા શરૂ કરાયેલા નેશનલ બ્રોડબેન્ડ મિશન 2.0 દ્વારા દેશભરમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટીમાં વધુ સુધારો કરવામાં આવશે.

સંચાર સાથી વિશે કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ પોર્ટલ દ્વારા 9 કરોડ વપરાશકર્તાઓને લાભ થયો છે. 5 કરોડ નકલી મોબાઇલ કનેક્શન બંધ કરવામાં આવ્યા છે. આ પોર્ટલ દ્વારા 25 લાખ વપરાશકર્તાઓના ખોવાયેલા ફોનમાંથી 15 લાખ મોબાઇલ ફોન પાછા મેળવી શકાય છે. DoT અનુસાર, કોમ્યુનિકેશન પાર્ટનર્સને જાણ કર્યા પછી 3.13 લાખ મોબાઇલ હેન્ડસેટ બ્લોક કરવામાં આવ્યા છે. 2.75 કરોડ મોબાઇલ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. એટલું જ નહીં, આ પોર્ટલ દ્વારા 71 હજારથી વધુ સિમ કાર્ડ વેચનારને બ્લેકલિસ્ટ કરવાનું કામ કરવામાં આવ્યું છે. 186 બલ્ક એસએમએસ મોકલનારાઓ અને 1.3 લાખ એસએમએસ ટેમ્પ્લેટ્સ બ્લોક કરવામાં આવ્યા છે. ઉપરાંત 12 લાખ વોટ્સએપ એકાઉન્ટ અને 11 લાખ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે.વધુ વાંચો: માહિતી અને પ્રસારણ સચિવ સંજય જાજૂએ AIFFમાં આપી હાજરી, કહ્યું નવીન પહેલોને કેન્દ્રનું સંપૂર્ણ સમર્થન

ડાઉનલોડ ક્યાંથી કરશો?

સંચાર સાથી મોબાઈલ એપ તમે સંચાર સાથી વેબસાઇટ પર ઉપલબ્ધ QR કોડ સ્કેન કરીને તમારા સ્માર્ટફોન પર સંચાર સાથી મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. આ ઉપરાંત, તમે આ એપને ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ એપ સ્ટોર પરથી શોધી અને ડાઉનલોડ કરી શકો છો. એપ ડાઉનલોડ કર્યા પછી, તમે તમારા મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને લોગ ઇન કરી શકો છો અને તેની સુવિધાઓનો લાભ લઈ શકો છો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Fake calls report Sanchar Saathi , Mobile App
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ