બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / government issues notification now voter list to be linked with aadhar

નિર્ણય / મોદી સરકારની સત્તાવાર જાહેરાત: હવે ચૂંટણી કાર્ડ સાથે પણ આધાર કરવું પડશે લિંક, જાણો શું થશે ફાયદો

Kavan

Last Updated: 01:54 PM, 18 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પહેલા પાન કાર્ડ સાથે આધાર લિંક કરવું જરૂરી હતું. પરંતુ હવે વોટર આઈડી સાથે પણ આધાર લિંક કરવું જરૂરી બની ગયું છે.

  • મોદી સરકારની મહત્વની જાહેરાત
  • હવે વોટર આઈડી સાથે પણ આધાર કરવું પડશે લિંક 
  • કેન્દ્રીય કાયદા મંત્રીએ ટ્વીટ કરીને આપી જાણકારી

એવું માનવામાં આવે છે કે સરકારના આ નિર્ણયથી એક વ્યક્તિ પાસે માત્ર એક જ વોટર આઈડી કાર્ડ હશે અને જેમણે એક કરતા વધુ વોટર આઈડી કાર્ડ રાખ્યા છે તેમની ઓળખ કરીને નકલી કાર્ડને શોધવામાં સરળતા રહેશે. આ નિર્ણય અંગે સરકારે નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે. કાયદા મંત્રી કિરેન રિજિજુએ ટ્વિટ કરીને આ જાણકારી આપી છે.

મલ્ટીપલ વોટર આઈડી કાર્ડ થશે બંધ 

કાયદા મંત્રીએ એક ચાર્ટ શેર કર્યો જેમાં લખ્યું છે કે ઈલેક્ટોરલ રોલ (Electoral Roll Data) ડેટાના આધાર ઈકોસિસ્ટમ ( Aadhar Ecosystem)ની સાથે લિંક કરાયા બાદ એક જ વ્યક્તિ દ્વારા વિવિધ સ્થળે મલ્ટીપલ આઈડી કાર્ડ( Multiple Voter ID Card) બનાવવાનું અટકી જશે. કાયદા મંત્રીએ વધુમાં જણાવ્યું કે,મોદી સરકાર દ્વારા ચૂંટણી પ્રક્રિયામાં સુધારો કરવા માટે આ એક ઐતિહાસિક પગલું છે.

30 જૂન પછી ડબલ પેનલ્ટી

1 એપ્રિલ, 2022 થી, PAN ને આધાર સાથે લિંક(Aadhar-PAN Linking) કરવા માટે દંડ ચૂકવવો પડશે. 30 જૂન પછી લિંક કરનારને ડબલ પેનલ્ટી ભરવી પડશે. ઉલ્લેખનીય છે કે 1લી એપ્રિલ 2022 થી, આધારને પાન નંબર સાથે લિંક કરવા માટે 500 રૂપિયાનો દંડ ચૂકવવો પડશે. પરંતુ જો તમે 30 જૂન 2022 સુધીમાં લિંક નહીં કરો તો તમારે 1 જુલાઈથી 1,000 રૂપિયાનો દંડ ભરવો પડશે.

સંકળાયેલા મુદ્દાઓ

ચૂંટણી કાર્ડ પાન કાર્ડ મોદી સરકાર Modi government
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ