બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જલ્દી કરો! હવે વિદેશ જવાનું સ્વપ્ન પૂર્ણ થશે, સરકાર આપી રહી છે રૂપિયા 15 લાખ

ફાયદાની વાત / જલ્દી કરો! હવે વિદેશ જવાનું સ્વપ્ન પૂર્ણ થશે, સરકાર આપી રહી છે રૂપિયા 15 લાખ

Last Updated: 04:29 PM, 24 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિદેશ અભ્યાસ લોન યોજના હેઠળ સરકાર મહત્તમ રૂપિયા 15.00 લાખ સુધીની લોન આપી રહી છે. જેનો વ્યાજનો દર વાર્ષિક 4 ટકા લેખે સાદુ વ્યાજ રહશે

રાજ્ય સરકાર વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે લોન આપી રહી છે, જે યોજનાનું નામ વિદેશ અભ્યાસ લોન યોજના છે. ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની રચના કરવામાં આવી છે. જે નિગમની રચનાનો ઉદ્દેશ આર્થિક અને શૈક્ષણિક ઉત્કર્ષ માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકવાનો છે. જે અનુસંધાને વિદેશ અભ્યાસ લોન યોજના પણ કાર્યરત છે. ચાલો જાણીએ આ યોજના વિશે વિગતે

dollar

કેટલી મહત્તમ રકમ મેળવી શકાશે

તા.09/06/2022ના રોજ થયેલ સુધારા ઠરાવ મુજબ એક વર્ષ કે તેથી વધુ સમયના અથવા ઓછામાં ઓછા બે સેમેસ્ટરના ડિપ્લોમા, સ્નાતક(ગ્રેજ્યુએટ), અનુસ્નાતક (પોસ્ટ ગ્રેજ્યુએટ), પી.એચ.ડી. સહિતના ઉચ્ચ શિક્ષણના તમામ અભ્યાસક્રમો માટે આ યોજનાનો લાભ મેળવી શકાશે. મહત્તમ રૂ.15.00 લાખ સુધીની લોન. વ્યાજનો દર: વાર્ષિક 4 ટકા લેખે સાદુ વ્યાજ તેમજ બજેટની ઉપલબ્ધતા ધ્યાને લઈ એક જ પરીવારના બીજા સભ્યને લાભ મળવાપાત્ર થશે.

PROMOTIONAL 12

જાણી લો માપદંડો

ધો-12માં 60 ટકા એટલે ધો-12ના તમામ વિષયના કુલ ગુણમાંથી મેળવેલ ગુણના 60 ટકા (પર્સેન્ટાઇલ ધ્યાને લેવાશે નહિ.) મેળવેલ હોવા જોઇશે. આ યોજનાનો લાભ માત્ર ગુજરાતમાં 15 વર્ષથી સ્થાયી વસવાટ કરતા હોય તેવા ગુજરાતના બિન અનામત જાતિઓના લાભાર્થીઓને જ મળવાપાત્ર થશે. લોન મંજૂર થયેથી વિદ્યાર્થીના વાલીની લોનની રકમ કરતા દોઢગણી રકમની મિલકત સરકાર પક્ષે રજીસ્ટર્ડ મોર્ગેજ કરવાની રહેશે. કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ 6.00 લાખ કરતાં ઓછી હોવી જોઇશે.

PROMOTIONAL 10

શુ પુરાવા જોઈશે

  • શાળા છોડ્યાનો દાખલો (લિવીંગ સર્ટીફીકેટ)
  • આધાર કાર્ડ
  • રેશનકાર્ડ
  • રહેઠાણનો પુરાવો
  • બિન અનામતવર્ગનું જાતિ પ્રમાણ૫ત્ર
  • કુટુંબની આવકનું પ્રમાણ૫ત્ર
  • આઇ. ટી. રીટર્ન (computation)/સ્વઘોષણા પત્ર
  • ઘોરણ-10 અને 12ની માર્કશીટ/ડીપ્લોમા સર્ટી
  • સ્નાતકકક્ષા તેમજ તે ૫છીના અન્ય અભ્યાસક્રમની માર્કશીટ અને ડીગ્રી સર્ટી
  • ધો-12/સ્નાતક થયાથી અરજીની તારીખ વચ્ચે અભ્યાસ કરેલ હોય તો તે અંગેનો આધાર (જો હોય તો)
  • વિદેશ અભ્યાસ અર્થે મેળવેલ પ્રવેશ અંગેનો યુનિવર્સિટી/કોલેજનો એડમીશન લેટર (કોર્સના સમયગાળાના ઉલ્લેખ સાથે)
  • એડમિશન લેટર અંગ્રેજી ભાષા સિવાયનો હોય તો તેવા લેટરનું અંગ્રેજી ભાષાંતર નોટરાઇઝડ કરાવી રજુ કરવું
  • જો આ૫ના અભ્યાસક્રમમાં સ્નાતક/અનુસ્નાતક/માસ્ટર કે PG ડીપ્લોમાના કોર્સ અંગેની સ્પષ્ટતા ન હોય તેવા સંજોગોમાં તે પ્રકારનાં અભ્યાસક્રમ હોવાની કોલેજ/યુનિવર્સિટીની સ્પષ્ટતાનો આધાર
  • પ્રતિવર્ષ ભરવાની થતી/ભરેલી ફીનો પુરાવો અને સમગ્ર કોર્ષની ફીનું માળખું
  • પિતા/વાલીની મિલકત બોજો/મોર્ગેજ કરવાનું સંમતિ પત્ર (પરિશિષ્ટ-1 મુજબ) (મિલ્કતના એકથી વધુ ધારણકર્તા હોય તેવા કિસ્સામાં તમામ ધારણકર્તાની સંમતિ સહિતનું પરિશિષ્ટ-૧. જો મિલ્કતના સહ ધારણ હોય તો એ કુલ મુખ્યતારનામું આપેલ હોય તો તેવું કુલ મુખ્યતારનામું Upload કરવું)
  • પિતા/વાલીની મિલકત વેલ્યુએશન સર્ટી (મિલકતના ફોટા સહિત)અને મિલકતના આધારો
  • મિલકતનું ટાઈટલ ક્લીયર સર્ટી
  • અરજદારના બેંક પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્ષ નકલ (આઇ.એફ.સી કોડ સહિત)
  • લોન પરત ભરપાઈ માટેની સંયુકત બાંહેધરીપત્રક(પરિશિષ્ટ-૨ મુજબ)
  • પાસપોર્ટ
  • જિલ્લા સિવિલ સર્જન/તબીબ અધિક્ષકનું દિવ્યાંગતાની ટકાવારી દર્શાવતુ દિવ્યાંગ મેડિકલ પ્રમાણપત્ર
  • વિઝા
  • એર ટિકિટ

આ પણ વાંચો: સ્ટોક માર્કેટમાં આજે પણ બજેટની અસર, શેરબજાર લાલ નિશાન પર બંધ, સેન્સેક્સ-નિફ્ટી ડાઉન

જાણી લો જરૂરૂ શરતો

  • વિદેશ અભ્યાસ લોન યોજના હેઠળ અરજી કરવા માટે અત્રેનું પોર્ટલ વર્ષ દરમ્યાન સતત રીતે ચાલુ રહેશે.
  • ઓનલાઈન અરજી કરતા સમયે અરજદારશ્રી દ્વારા રજુ કરેલ મોબાઈલ નંબર તેમજ ઈમેઈલ આઈ.ડી. અરજદારશ્રી/વાલીનું પોતાનું જ આપવાનું રહેશે તેમજ લોન મુદત પૂર્ણ ન થાય ત્યા સુધી સક્રીય રાખવાનું ફરજીયાત રહેશે.
  • વર્ષ 2023-24 માટે વિદેશ અભ્યાસ લોન યોજના હેઠળ ૨૦૦૦ લાભાર્થીઓનું ભૌતિક લક્ષ્યાંક નિયત કરવામાં આવેલ છે.
  • વિદેશ અભ્યાસ લોન માટે લાભાર્થીએ વિદેશ ગમન કર્યાના ૬ માસ સુધીમાં અરજી કરી શકાશે.
  • તા.09/06/2022ના રોજ થયેલ સુધારા ઠરાવ મુજબ એક વર્ષ કે તેથી વધુ સમયના અથવા ઓછામાં ઓછા બે સેમેસ્ટરના ડિપ્લોમા, સ્નાતક(ગ્રેજ્યુએટ), અનુસ્નાતક (પોસ્ટ ગ્રેજ્યુએટ), પી.એચ.ડી. સહિતના ઉચ્ચ શિક્ષણના તમામ અભ્યાસક્રમો માટે આ યોજનાનો લાભ મેળવી શકાશે.
  • વિદેશ અભ્યાસ લોન યોજના હેઠળ ધોરણ-૧૨ ૫છી સ્નાતક તથા સ્નાતક ૫છી અનુસ્નાતક તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમા કે અન્ય નામથી ઓળખાતા સમકક્ષ અભ્યાસક્રમ અને પી.એચ.ડી. સહિતના ઉચ્ચ શિક્ષણના તમામ અભ્યાસક્રમો માટે લોન મેળવવા અરજી કરી શકશે.
  • જે કક્ષાનો અભ્યાસ અત્રે (ભારત દેશમાં) પૂર્ણ કરેલ હોય તેવા સમાન પ્રકારના વિદેશ અભ્યાસ માટે આ યોજનાનો લાભ મળી શકશે નહિ.
  • લોન યોજના માટે બજેટની ઉપલબ્ધતા ધ્યાને લઈ એક જ પરીવારના બીજા સભ્યને આ યોજનાનો લાભ મળી શકશે.
  • પરણિત મહિલા લાભાર્થીઓના કિસ્સામાં આધાર કાર્ડ/વિઝા/ પાસપોર્ટ/બૅન્ક પાસબુક જેવા પુરાવા એકસરખા નામ મુજબના હોવા જોઈશે તથા તે મુજબના નામથી અરજી તેમજ આનુષાંગિક પુરાવા રજુ કરવાના રહેશે.
  • સ્નાતક થયા પછીના ત્રણ વર્ષ સુધીમાં અરજી કરેલ હોય તેને પ્રથમ અગ્રતા આપવામાં આવશે.વધુમાં,લક્ષ્યાંકમાં બચત રહેથી પાંચ વર્ષ સુધી સ્નાતક થયેલા અરજદારોને યોજનાનો લાભ મળી શકશે તેથી વધારે સમયગાળા વાળી અરજી સ્વીકારવામાં આવશે નહી
  • લોન યોજના માટે અરજદાર દ્ધારા અરજી કન્ફર્મ થયા ૫છી અત્રેનાં નિગમ દ્ધારા ઓનલાઇન સબમિટ કરેલા દસ્તાવેજોની ચકાસણી કર્યા ૫છી સૈધ્ધાંતિક મંજુરી/નામંજૂર/પૂર્તતા ની જાણ સીધી અરજદારને E-Mail/SMS થી લાભાર્થીને મોકલવામાં આવશે.
  • અરજદારને મળેલ પૂર્તતાની વિગતો પૂર્ણ કરી માંગેલ જરૂરી ડોક્યુમેન્ટ અ૫લોડ કરવાનાં રહેશે. ત્યારબાદ અરજદારની અરજી જિલ્લા લોગીન મારફતે નિગમને ૫રત મળશે.
  • નિગમ દ્ધારા સૈધ્ધાંતિક મંજુરી અપાયેલ અરજદારે મંજૂરીના ૫ત્રથી માંગેલ જરૂરી સાધનિક પુરાવાઓ ઓનલાઇન અ૫લોડ કરી તેનું જે જિલ્લામાં રહેઠાણ હોય તે જિલ્લા મેનેજરની કચેરી એ અરજીની પ્રિન્ટ તથા જરૂરી આધાર પુરાવા ૩૦(ત્રીસ) દિવસમાં જમા કરવાના રહેશે.
  • સૈધ્ધાંતિક મંજુર થયેલ અરજીઓના તમામ દસ્તાવેજી પુરાવા નિગમને મળ્યા ૫છી નિગમ દ્ધારા લોનની રકમ મંજુર કરી લાભાર્થીના બેંક ખાતામાં DBT થી ફંડ ટ્રાન્સફર કરવામાં આવશે.
  • લોનની રકમ આધાર કાર્ડ સાથે જોડાણ કરેલા સક્રિય (active) બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
  • હવે ૫છી થી અરજીની વિગતોની જાણ SMS/E-Mail થી કરવાની હોય આ૫નો મોબાઇલ નંબર અને E-mail બદલાયેલ હોય તો આ અંગે જાણ અત્રેનાં નિગમની કચેરીએ જાણ કરવાની રહેશે.
  • અરજદારે અરજી મંજુર થયેથી મોરગેજ (ગીરોખત) દસ્તાવેજો રજુ કરવાના રહેશે. તથા તે અંગેની બોજાનોંધ/ગીરોનોંધ રજુ કરવાની રહેશે.
  • રજુ કરેલ મકાન કે ખુલ્લો પ્લોટ સિટી સર્વેના રેકર્ડ પર નોંધાયેલ ન હોય તેવા કિસ્સામાં સોસાયટીના લેટરહેડ પર પ્રમુખશ્રી/મંત્રીશ્રીનો સહી/સિક્કા સાથેનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે. તેમજ તેમના આધાર કાર્ડની નકલ તેમજ પ્રમુખશ્રી/મંત્રીશ્રીનો મોબાઈલ નંબર ફરજીયાત દર્શાવવાનો રહેશે.
  • નિગમની તરફેણમાં પાંચ (પ્રિન્ટેડ નામ વાળા) સહી કરેલા ચેક રજુ કરવાના રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

State Government Scheme Study Abroad Loan Scheme Study Loan Scheme
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ