બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / વકફ બોર્ડ છે શું? કેમ સત્તા ઘટાડવાની પેરવી થતાં જ વિરોધની જ્વાળા ઉઠી, જાણો કેવી રીતે કરે છે કામ
Last Updated: 03:34 PM, 5 August 2024
વકફ બોર્ડને આપવામાં આવેલા અમર્યાદિત અધિકારોને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. હવે કેન્દ્ર સરકાર વકફ બોર્ફની સત્તા ઘટાડવાની તૈયારી કરી રહી છે. આ અઠવાડિયે સંસદમાં આ સંબંધમાં બિલ રજૂ કરવામાં આવી શકે છે અને આમાં વકફ બોર્ડ એક્ટમાં ઘણા સુધારા કરી શકાય છે. કેબિનેટે વકફ એક્ટમાં સુધારાની અનેક દરખાસ્તોને મંજૂરી આપી છે.
ADVERTISEMENT
આ વખતે સંસદમાં ચોમાસું સત્ર જોરદાર ગરમાગરમી સાથે શરૂ થયું હતું, જ્યાં બજેટ 2024ની ચર્ચાઓ અટકી રહી ન હતી કે કેન્દ્ર સરકારે ફરી WFP બોર્ટમાં સુધારો કરવા માટે બિલ રજૂ કરવાનું મન બનાવી લીધું છે. એવામાં ઘણા લોકો નહીં જાણતા હોય કે આ વક્ફ બોર્ડ શું છે અને તેની પાસે કેટલી સત્તા હોય છે, તો ચાલો આ વિશે જાણીએ..
ADVERTISEMENT
વક્ફ બોર્ડ એ સંસ્થા છે જે અલ્લાહના નામે દાનમાં આપેલી મિલકતની જાળવણી કરે છે. ઉદાહરણ તરીકે, જ્યારે ઇસ્લામ ધર્મના અનુયાયીઓ તેમની કોઈપણ જંગમ અથવા સ્થાવર મિલકતને જકાત તરીકે આપે છે, તો તે મિલકતને 'વક્ફ' કહેવામાં આવે છે. જકાત ચૂકવ્યા પછી, આ મિલકત પર કોઈની માલિકીનો અધિકાર નથી. તેને અલ્લાહની મિલકત ગણવામાં આવે છે અને તેની દેખભાળ 'વક્ફ-બોર્ડ'ને આપવામાં આવે છે. આ સંસ્થા તે મિલકતને લગતા તમામ કાયદાકીય કામ જેમ કે વેચાણ, ખરીદી, ભાડા વગેરે સંભાળે છે. એકવાર કોઈ વ્યક્તિ આ વકફ આપી દે તો તે તે મિલકત ક્યારેય પાછી લઈ શકશે નહીં અને વક્ફ બોર્ડ ઇચ્છે તેમ તેનો ઉપયોગ કરે છે.
વકફ કાયદો સૌપ્રથમ 1954માં નેહરુ સરકાર દરમિયાન પસાર કરવામાં આવ્યો હતો, ત્યાર બાદ તેને કેન્દ્રિય કરવામાં આવ્યો હતો. આ મિલકતની જાળવણી માટેની જવાબદારી વકફ એક્ટ 1954ની છે. ત્યારથી, તેમાં ઘણી વખત સુધારો કરવામાં આવ્યો છે. પરંતુ આ વખતે મોદી સરકારના આ બિલની માત્ર અટકળોને કારણે વિપક્ષ અને મુસ્લિમ પક્ષોએ કેન્દ્ર સરકારનો વિરોધ શરૂ કરી દીધો છે. જે બાદ હવે જોવાનું એ રહેશે કે મોદી સરકાર પોતાના નિર્ણય પર અડગ રહે છે કે પછી કોઈ અન્ય નિર્ણય લેવા જઈ રહી છે.
1954માં કેન્દ્ર સરકારે વક્ફ બિલ પાસ કર્યું અને ત્યારબાદ 1964માં સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલની રચના કરવામાં આવી. 1995માં દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વક્ફ બોર્ડની રચનાને મંજૂરી આપવા માટે કાયદામાં સુધારો કરવામાં આવ્યો હતો. 2013માં તત્કાલીન યુપીએ સરકારે કાયદામાં સુધારો કરીને વકફ બોર્ડની સત્તામાં વધુ વધારો કર્યો હતો. વક્ફ બોર્ડ પાસે 8.50 લાખથી વધુ મિલકતો છે, જે લગભગ 9.4 લાખ એકર વિસ્તારમાં છે.
હવે સરકાર વક્ફ બોર્ડના દાવાઓની ચકાસણી ફરજિયાત બનાવવા પર વિચાર કરી રહી છે. જે મિલકતો માટે વક્ફ બોર્ડ અને માલિકો વચ્ચે વિવાદ છે તેના માટે પણ વેરિફિકેશન ફરજિયાત બનાવી શકાય છે. મિલકતોની ફરજિયાત ચકાસણીની બે જોગવાઈઓ વક્ફ બોર્ડની મનસ્વી સત્તાઓને અંકુશમાં રાખશે. નોંધનિય છે કે, હાલમાં આ સંસ્થાઓને કોઈપણ મિલકતને વક્ફ મિલકત તરીકે ટેગ કરવાનો અધિકાર છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.