બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / દેશમાં વધતા સાયબર ક્રાઈમ વચ્ચે કેન્દ્ર સરકાર એક્ટિવ મોડમાં, હવે AI બનશે ઢાલ, ઓર્ડર જાહેર!

ટેક્નોલોજી / દેશમાં વધતા સાયબર ક્રાઈમ વચ્ચે કેન્દ્ર સરકાર એક્ટિવ મોડમાં, હવે AI બનશે ઢાલ, ઓર્ડર જાહેર!

Last Updated: 03:47 PM, 21 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકાર એક્શનમાં અને સાઇબર ક્રાઈમ ટેન્શનમાં, સાઇબર ક્રાઇમની વધતી ઘટનાઓ વચ્ચે સરકાર હવે AI સાથે સતર્ક. જાણો શું છે સરકારની એક્શન.

સરકાર એક્શનમાં અને સાઇબર ક્રાઈમ ટેન્શનમાં, સાઇબર ક્રાઇમની વધતી ઘટનાઓ વચ્ચે સરકાર હવે AI સાથે સતર્ક. જાણો શું છે સરકારની એક્શન.

વધતાં સાઇબર ક્રાઇમને અટકાવવા સરકાર હવે AIને બનાવશે ઢાલ. વાત એમ છે કે, સાઇબર ક્રાઈમની ઘટનાઓ હવે રોજબરોજ વધી રહી છે. ખાસ કરીને મહિલાઓ અને બાળકોનો સાઇબર ક્રાઈમ થકી શિકાર ખૂબ જ જલ્દી કરવામાં આવે છે. આ વાતને ધ્યાનમાં રાખતા સરકાર હવે સતર્ક થઈ છે અને કડક પગલાં ભરી રહી છે.

વધુ વાંચો: ગર્લફ્રેન્ડ સાથે એક હોટલમાં વેપારી રોકાયો, બાદમાં બાથરૂમમાંથી મળી આવ્યો મૃતદેહ, એ પણ કપડાં વિના

સરકારે ઇન્ડિયન સાઇબર ક્રાઇમ કોર્ડિનેશન સેન્ટરને AI બેસ્ડ એક ટૂલ બનાવાનો આદેશ આપ્યો છે. આ ટૂલ થકી સાઇબર ક્રાઈમની પેટર્ન સમજી સરળતાથી સમજી શકાશે અને તેને કેટેગરાઇઝ પણ કરી દેવાશે. આ ટૂલથી કોઈ પણ જોખમ વિષે તરત જ જાણી શકાશે, જેથી કોઈ ફ્રોડ કે ક્રાઇમ થવાનો હોય તો તેને પહેલેથી જ રોકી શકાય.

ગૃહ મંત્રાલય સાયબર ક્રાઈમ સામેની લડાઈને મજબૂત કરવા માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નાણાકીય સહાયની જોગવાઈ આપશે. રાજ્ય સરકાર આ નાણાંનો ઉપયોગ સાયબર ફોરેન્સિક એક્સપર્ટીઝ અને તપાસ તકનીકોમાં સુધારો કરવા માટે કરશે, જેથી કરીને સિસ્ટમને મજબૂત કરી શકાય અને સાયબર ક્રાઇમને રોકી શકાય.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Government Action Cyber Crime Artificial Intelligence
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ