બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / government has taken a big decision regarding vaccination in Gujarat

ગાંધીનગર / ગુજરાતમાં રસીકરણ અંગે સરકારે લીધો મોટો નિર્ણય, આ જિલ્લાઓમાં પણ મળશે વેક્સિન

Shyam

Last Updated: 10:23 PM, 3 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યના તમામ જિલ્લાના 1200 કેન્દ્રો પર વેક્સિનેશનનું કામ શરૂ કરાશે, કોર કમિટીની બેઠકમાં યુવાનોના વેક્સિનેશન મુદ્દે મહત્વનો નિર્ણય કરાયો છે

  • કોર કમિટિની બેઠકમાં યુવાનોના વેક્સિનેશન મુદ્દે મહત્વનો નિર્ણય
  • રાજ્યમાં પુરજોશથી વેક્સિનેશનની આવતીકાલથી કામગીરી
  • રાજ્યના તમામ જિલ્લાના 1200 કેન્દ્ર પર વેક્સિનેશનની કામગીરી થશે 

ગુજરાતના તમામ જિલ્લાઓમાં આવતીકાલથી રસીકરણનો કાર્યક્રમ શરૂ કરાશે. રાજ્યના તમામ જિલ્લાના 1200 કેન્દ્રો પર વેક્સિનેશનનું કામ શરૂ કરાશે. કોર કમિટીની બેઠકમાં યુવાનોના વેક્સિનેશન મુદ્દે મહત્વનો નિર્ણય કરાયો છે. રાજ્યમાં પુરજોશથી વેક્સિનેશનની આવતીકાલથી કામગીરી શરૂ થઈ જશે. 18થી 45 વર્ષના યુવાનોને તમામ જિલ્લામાં વેક્સિન મળશે. અત્યાર સુધી 10 શહેરોમાં યુવાનોને વેક્સિન મળતી હતી. અત્યાર સુધી 18 લાખ યુવાનોને વેક્સિન અપાઈ છે. રજિસ્ટ્રેશન આધારે સવા 2 લાખ યુવાનોને વેક્સિન મળશે. 45 વર્ષથી વધુ ઉંમરના 60થી 75 હજાર નાગરિકોને વેક્સિન મળશે. લગભગ 3 લાખ લોકોનું ગુજરાતમાં દરરોજ વેક્સિનેશન થવાની વાત મુખ્યમંત્રીએ કરી છે. 

વેક્સિનને લઈ વિદેશ જતાં વિદ્યાર્થીઓને મુશ્કેલી

સરકારે વિદેશ જતાં વિદ્યાર્થીઓને વેક્સિનેશનમાં પ્રાથમિકતા આપવાનો દાવો કર્યો છે. પરંતુ પરિસ્થિતિ કંઈક જુદી જ છે. કોરોના રસી મામલે વિદેશ જતા વિદ્યાર્થીઓ માટે નવી સમસ્યા ઊભી થઈ છે. ભારતમાં અત્યારે માત્ર બે જ વેક્સિન કોવિશીલ્ડ અને કો-વેક્સિનનો ડોઝ આપવામાં આવી રહ્યો છે. જેમાંથી કો-વેક્સિનનું સર્ટિફિકેટ વિદેશમાં ક્યાંય માન્ય ગણાતું નથી. તો કોવિશીલ્ડનો એક ડોઝ લીધા બાદ બીજા ડોઝ માટે 12 સપ્તાહ સુધી રાહ જોવી પડે છે.

તો બીજી બાજુ યુ.કે, યુએસએ, કેનેડા જતાં વિદ્યાર્થીઓ માટે વેક્સિનેટ થયાનું સર્ટિફિેકેટ ફરજિયાત હોવાથી તેઓ માટે આ સર્ટિફિકેટ લીધા વગર જવું અશક્ય છે. દર વર્ષે રાજકોટ, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં વિદેશ ભણવા માટે વિદ્યાર્થીઓ જતાં હોય છે અને મોટાભાગના વિદ્યાર્થીઓએ જૂલાઈમાં યુ.કે, યુ.એસ.એ, કેનેડા સહિતના દેશોમાં જવાના છે. હવે આ દેશોમાં કો-વેક્સિનના બે ડોઝ લીધા બાદ મળતું સર્ટિફિકેટ માન્ય ગણાતું નથી. કેમ કે ભારત બાયોટેક-હૈદરાબાદ દ્વારા બનાવાયેલી આ વેક્સિનને હજુ સુધી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને માન્યતા આપી નથી. આ વેક્સિનનો બીજો ડોઝ ચારથી છ સપ્તાહમાં લઈ શકાય છે પરંતુ વિદેશમાં તે વેક્સિનને માન્યતા ન હોવાને કારણે વિદ્યાર્થીઓ તે લેવાનું ટાળી રહ્યા છે.

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ (છેલ્લા 24 કલાકના આંકડા)

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 1,207 નવા કેસ નોંધાયા છે, તો 17 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા છે. આજે ફરી એક વખત ગુજરાતમાં, કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસ કરતા આજે સાજા થનારનો આંકડો વધુ છે. જો કે, ગઈકાલ કરતા મોતની સંખ્યામાં વધારો થયો છે.

સંકળાયેલા મુદ્દાઓ

CM Vijay Rupani Vaccination ahmedabad ગાંધીનગર રસીકરણ વેક્સિનેશન કેન્દ્ર vaccination
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ