Government files affidavit in supreme court 26 january farmers rally
અપીલ /
મોદી સરકારની સુપ્રીમ કોર્ટને અપીલ, 26 જાન્યુઆરીએ ખેડૂતોને આ કામ કરતા રોકો
Team VTV10:30 AM, 12 Jan 21
| Updated: 11:21 AM, 12 Jan 21
ખેડૂત આંદોલન અને કૃષિ કાયદાઓ સાથે જોડાયેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ મંગળવારે ચુકાદો આપશે. આ મામલે સુપ્રીમ કોર્ટે કડક વલણ આપ્યાં બાદ કેન્દ્ર સરકારે સોમવારે મોડી રાત્રે ખેડૂત આંદોલન મામલે પ્રારંભિક સોગંદનામું દાખલ કર્યું છે.
કેન્દ્ર સરકારે આ સાથે સુપ્રીમ કોર્ટમાં 26 જાન્યુઆરીના ગણતંત્ર દિવસના અવસર પર પ્રદર્શનકારી ખેડૂતો દ્વારા પ્રસ્તાવિત ટ્રેકટર રેલીને રોકવાની અપીલ કરી છે. ખેડૂતોએ કૃષિ કાયદાને લઇને પોતાની માંગણી ન માનવામાં આવે તો 26 જાન્યુઆરીના રોજ દિલ્હીમાં વિશાળ ટ્રેક્ટર રેલી નિકાળવાનું એલાન કર્યું છે. ખેડૂતોએ દાવો કર્યો છે આ રેલીમાં ઓછામાં ઓછા 20 હજાર ટ્રેકટર સામેલ થશે.
કેન્દ્રએ આ સાથે જ સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું છે કે પ્રદર્શનકારીઓની 'ખોટી ધારણા'ને દૂર કરવાની જરુરિયાત છે. સોગંદનામામાં જણાવામાં આવ્યું છે કે કૃષિ સુધાર કાયદો ઝડપી બનાવામાં આવ્યો નથી, પરંતુ આ તો બે દાયકાઓના વિચાર-વિમર્શનું પરિણામ છે. દેશના ખેડૂતો ખુશ છે, કારણ કે MSP પર ખરીદ, જમીન સુરક્ષા, સિવિલ કોર્ટ જવાનો અધિકાર જેવી વાત કરી છે. જો કે આંદોલનકારી કાયદો રદ્દ કરવાની જિદ્દ કરે છે.
સોમવારે આ મામલાની સુનાવણી દરમિયા સુપ્રીમ કોર્ટે સરકારના વલણને લઇને સ્પષ્ટ નારાજગી દર્શાવીહતી. ચીફ જસ્ટિસ એસએ બોબડેએ સરકારને જણાવ્યું કે કૃષિ કાયદાઓ પર તમે રોક ન લગાવી શકો તો અમે રોક લગાવી દઇએ. આ મામલાને તમે સાચી રીતે હેન્ડલ કરી શક્યા નથી. અમારે કાંઇ એકશન લેવું પડશે.
ચીફ જસ્ટિસ એસએ બોબડેએ પૂર્વ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા આર એમ લોઢાની અધ્યક્ષતામાં કમિટી બનાવવાનું સચુન પણ કર્યું. લોઢા સ્પોટ ફ્કિસિંગ મામલે બનેલી કમિટિના અધ્યક્ષ પણ હતાં.
26 જાન્યુઆરીના રોજ ટ્રેકટર રેલીના આયોજનમાં ખેડૂત નેતાઓ આ રેલી નહીં કરે તેવું ગઇકાલે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું.