ખુશખબર / ટેક્સપેયર્સ માટે મોટી રાહત, આ સ્કિમ હેઠળ 31 માર્ચ 2021 સુધી ટેક્સ ચૂકવણીની તારીખ લંબાવાઈ, સાથે મળશે આ લાભ પણ

government extends deadline to vivad se vishwas scheme till march 31 2020

કેન્દ્ર સરકારે ટેક્સપેયર્સને મોટી રાહત આપી છે. ઈન્કમ ટેક્સ સાથે જોડાયેલા વિવાદને ઉકેલવા માટે શરુ કરવામાં આવેલી ‘વિવાદ સે વિશ્વાસ’ સ્કીમની છેલ્લી તારીખ એક વાર ફરી આગળ ધપાવવામાં આવી છે. હવે ટેક્સપેયર્સ 31 ડિસેમ્બર 2020થી વધારીને 31 માર્ચ 2021 સુધી ટેક્સ સાથે જોડાયેલા વિવાદ ઉકેલી શકાય છે. આ સ્કીમને લાવવાનો હેતુ લંબિત કરી વિવાદોનું સમાધાન કરવાનું છે. તમામ કોર્ટમાં પ્રત્યક્ષ કર સાથે જોડાયેલા 9.32 લાખ કરોડ રુપિયાના 4.83 લાખ કેસ પેન્ડિંગ છે. આ સ્કીમ હેઠળ કરદાતાઓને ફક્ત વિવાદિત ટેક્સ રકમની ચૂકવણી કરવાની રહેશે. તેમણે વ્યાજ અને દંડની રકમમાં સંપૂર્ણ છુટ આપવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ