બ્રેકિંગ ન્યુઝ
VTV / government constitutes task force to monitor monkeypox infection in india
Pravin
Last Updated: 12:29 PM, 1 August 2022
ADVERTISEMENT
કોરોના મહામારી બાદ હવે મંકીપોક્સનો દુનિયાભરમાં પગપેસાર થઈ રહ્યો છે. દુનિયાભરમાં 70થી વધારે દેશોની સાથે ભારતમાં પણ મંકીપોક્સે એન્ટ્રી મારી છે. અત્યાર સુધીમાં દેશમાં મંકીપોક્સના 4 દર્દી મળી આવ્યા છે, તો વળી કેરલમાં મંકીપોક્સના એક શંકાસ્પદ શખ્સનું મોત પણ થઈ ગયું છે. જે બાદ કેરલના સ્વાસ્થ્ય મંત્રી વીના જોર્જે તપાસ કરવા માટે નિર્દેશ આપ્યા છે. આ તમામની વચ્ચે કેન્દ્ર સરકારે મંકીપો્ક્સને લઈને મોટો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે મંકીપોક્સ સંક્રમણ પર નજર રાખવા માટે એક ટાસ્ક ફોર્સનું નિર્માણ કર્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર, ટાસ્ક ફોર્સનું નેતૃત્વ નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલ કરશે.
મંકીપોક્સના કેસો પર નજર રાખશે ટાસ્ક ફોર્સ
ADVERTISEMENT
ટાસ્ક ફોર્સની ટીમ સમગ્ર દેશમાં મંકીપોક્સ સંક્રમણના કેસો પર નજર રાખશે. જેમાં સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવો સહિત અન્ય અધિકારીઓ રાખવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર મંકીપોક્સ પર નજર રાખવા માટે ટાસ્ક ફોર્સનું ગઠન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ, PMO અધિક સચિવ સહિત અન્ય મોટા અધિકારીઓ સામેલ થયા હતા.
કેરલમાં મંકીપોક્સના શંકાસ્પદ દર્દીનું મોત
ભારતમાં અત્યાર સુધીમાં મંકીપોક્સના ચાર કેસ આવ્યા છે. જેમાંથી ત્રણ કેરલમાં અને એક દિલ્હીમાં કેસ આવ્યો છે. તો વળી કાલે કેરલમાં મંકીપોક્સના એક શંકાસ્પદ દર્દીનું મોત પણ થયું છે. જે બાદ કેરલના સ્વાસ્થ્ય મંત્રીએ તપાસના આદેશ આપ્યા છે. મંકીપોક્સના શંકાસ્પદ દર્દીના મોતને લઈને દેશમાં ચિંતા વધી ગઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.