government asks employees to opt for lowest airfare book tickets 21 days before travel
મોંઘવારીનો માર /
કેન્દ્રીય કર્મચારીઓ માટે બદલાયો ફ્લાઈટમાં ટિકિટ બુક કરાવાનો નિયમ, સરકારે જાહેર કર્યા નિર્દેશ
Team VTV05:43 PM, 19 Jun 22
| Updated: 05:54 PM, 19 Jun 22
જેટ ફ્યૂલ અથવા એવિએશન ટર્બાઈન ફ્યૂલની વધતી કિંમતોના કારણે એરલાઈન્સ કંપનીઓએ ભાડા વધારી દીધા છે. સ્વાભાવિક છે કે તેની અસર ફ્લાઈટમાં મુસાફરી કરનારા તમામ લોકો પર પડી રહી છે.
મોંઘવારીને જોતા મોદી સરકારે લીધો મોટો નિર્ણય
સરકારી કર્મચારીઓને આ સૂચનો કર્યા
હવાઈ મુસાફરી કરનારા કર્મચારીઓને નિર્દેશ
જેટ ફ્યૂલ અથવા એવિએશન ટર્બાઈન ફ્યૂલની વધતી કિંમતોના કારણે એરલાઈન્સ કંપનીઓએ ભાડા વધારી દીધા છે. સ્વાભાવિક છે કે તેની અસર ફ્લાઈટમાં મુસાફરી કરનારા તમામ લોકો પર પડી રહી છે. પછી ભલેને તે સામાન્ય લોકો હોય કે સરકારી કર્મચારી. તેને જોતા કેન્દ્ર સરકારે પોતાના ખજાના પર બોઝ વધતો રોકવા માટે થઈને કર્મચારીઓને સૌથી સસ્તા ક્લાસમાં ટિકિટ બુક કરાવવા માટે કહ્યું છે. ફાઈનાન્સ મિનિસ્ટ્રીએ ખર્ચમાં વધારો રોકવા માટે સરકારી કર્મચારીઓના પ્રવાસ અને એલટીસી માટે પોતાની હવાઈ મુસાફરી યાત્રાની તારીખથી ઓછામાં ઓછા ત્રણ અઠવાડીયા પહેલા ટિકિટ બુક કરાવવા માટે કહેવામાં આવ્યું છે.
મિનિસ્ટ્રીએ સરકારી કર્મચારીઓને કહ્યું છે કે, તેઓ જે મુસાફરીના ક્લાસ માટે હકદાર છે, તેમા તેમણે સૌથી સસ્તા ભાડાનો વિકલ્પ પસંદ કરવો જોઈએ. ફાઈનાન્સ મિનિસ્ટ્રીના તાબા હેઠળ આવતા ડિપાર્ટમેંટ ઓફ એક્સપેંડિચરના કાર્યાલયે પત્ર એટલે કે, ઓફસ મેમોરેંડમમાં આ વાત કહી છે. તે મુજબ, કર્મચારીઓને મુસાફરીના દરેક તબક્કા માટે ફક્ત એક જ ટિકિટ બુક કરવી જોઈએ. મુસાફરી પ્રોગ્રામ માટે મંજૂરી મળ્યાની પ્રક્રિયા ચાલતી હોય ત્યારે પણ બુકીંગ કરી શકાય છે, પણ કારણ વગર ટિકિટ રદ કરવાથી દૂર રહો.
જસ્ટિફિકેશન આપવાનું રહેશે
સરકારી કર્મચારીઓ હાલમાં ફક્ત ત્રણ રજીસ્ટ્રર્ડ ટ્રાવેલ એજન્ટ પાસેથી જ હવાઈ ટિકિટ ખરીદી શકે છે. આ ટ્રાવેલ એજન્ટમાં બોમર લોરી એન્ડ કંપની, અશોક ટ્રાવેલ એન્ડ ટૂર્સ અને આઈઆરસીટીસી સામેલ છે. સરકારી ખર્ચ પર હવાઈ ટિકિટ બુકીંગ સંબંધિત નવી ગાઈડલાઈન મુજબ, મુસાફરીના 72 કલાકથી પણ ઓછા સમયની અંદર બુકીંગ કરવા, મુસાફરી કરવાના 24 કલાકથી ઓછા સમયમાં ટિકિટ કેન્સ કરવા પર કર્મચારીએ સેલ્ફ ડિક્લેયર જસ્ટિફિકેશન આપવું પડશે.
સૌથી સસ્તી ફ્લાઈટ પસંદ કરો
ડિપાર્ટમેંટ ઓફ એક્સપેંડિચરે કહ્યું કે, કર્મચારીઓને પોતાની મુસાફરી ક્લાસમાં મળતી સૌથી સસ્તી ફ્લાઈટ પસંદ કરવી જોઈએ. ગાઈડલાઈન અનુસાર, કોઈ પણ એક મુસાફરી માટે તમામ કર્મચારીઓને ટિકિટ એક જ ટ્રાવેલ એજન્ટ દ્વારા બુક કરાવી જોઈએ. તેના માટે બુકીંગ એજન્ટને કોઈ ચાર્જ નહીં દેવો પડે. કર્મચારીઓને મુસાફરીના ઓછામાં ઓછા 21 દિવસ પહેલા ટિકિટ બુક કરાવવી જોઈએ. અને સૌથી ઓછી પ્રતિસ્પર્ધી ભાડાની પસંદગી કરવી જોઈએ. જેથી સરકાર ખજાના પર ઓછો બોઝ પડે.