બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Secretariat / '18 શિક્ષકોને એજન્ટ બનાવ્યા', આખરે BZ પોન્ઝી સ્કીમ પર સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું

ગાંધીનગર / '18 શિક્ષકોને એજન્ટ બનાવ્યા', આખરે BZ પોન્ઝી સ્કીમ પર સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું

Last Updated: 06:38 PM, 25 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BZ પોન્ઝી સ્કીમનો મુદ્દો વિધાનસભા ગૃહમાં ગુંજ્યો હતો. જેમાં તુષાર ચૌધરીના પ્રશ્ન પર સરકારે જવાબ આપ્યો છે.

BZ ગ્રૂપ પર કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહ્યો છે જેમાં અવનવા ખુલાસા પણ થઈ રહ્યાં છે. ત્યારે ભૂપેન્દ્ર ઝાલાના BZ કૌભાંડનો મુદ્દો વિધાનસભા ગૃહમાં ઉઠ્યો હતો. જેમાં કોગ્રેસ ધારાસભ્ય તુષાર ચૌધરીએ ગૃહમાં પ્રશ્ન પૂછ્યો હતો. આ ઘટનાને લઇ તેઓએ કહ્યું હતું કે શાળાના શિક્ષકો અને આચાર્યોને એજન્ટ બનાવ્યા. આ મુદ્દે 18 શિક્ષકોને એજન્ટ બનાવ્યાની ફરિયાદ મળી હોવાનો સરકારે સ્વીકાર કર્યો હતો.

કેવી રીતે શરૂ કર્યો છેતરપિંડીનો ખેલ?

સાબરકાંઠામાં BZ ગ્રુપ દ્વારા એક નાનકડી ઓફિસમાં ધંધો શરૂ કરવામાં આવે છે. પહેલા હિંમતનગર, રણાસણ, ગાંભોઈ, રાયગઢ સહિતના ઉત્તર ગુજરાતમાં પોન્ઝી સ્કીમના નામે ધંધાની શરૂઆત થાય છે અને ધીમે ધીમે ઉત્તર ગુજરતાના અનેક વિસ્તારો સુધી પથરાઈ જાય છે. માણસ કોઈપણ ધંધાની શરૂઆત કરે ત્યારે એ ધંધો જામતા ઘણો સમય લાગે છે ત્યારે BZ ગ્રુપે એવું તો શું કર્યું કે થોડા સમયમાં જ એક બે નહીં પરંતુ 7 જિલ્લાઓમાં ઓફિસો ખુલી ગઈ હતી.

એજન્ટો લોકોને ફસાવવા લોભામણી વાતો કરતા

વાત એવી છે કે BZ ગ્રુપ લોકોને બેંક, પોસ્ટ કરતા વધુ ઊંચા વ્યાજ આપવાની લાલચ આપી હતી. આ માટે પહેલા તેમણે એજન્ટો તૈયાર કર્યા હતા, જેમને મોટું કમિશન આપવામાં આવતુ હતું. આ એજન્ટો સામાન્ય માણસને ફસાવવા માટે લોભામણી વાતો કરે છે પછી તેમને સમજાવીને પૈસા રોકવાનું કહે છે. લોકોને દર મહિનાના ત્રણ ટકા લેખે એટલે કે વાર્ષિક 36 ટકાના વ્યાજની લાલાચ આપી હતી. આવી પ્રલોભનમાં જ લોકો ફસાયા હતા. શરૂઆતમાં લોકોને વિશ્વાસમાં લેવા માટે 15 ટકાથી 20 ટકા સુધીનું વળતર આપતુ હતું.

રોકાણકારોને ઈનામ પણ આપવામાં આવતુ હતુ

આ સ્કીમ હેઠળ લોકો પૈસા રોકે તે માટે ઈનામ પણ આપવામાં આવતુ હતું. જેમાં પાંચ લાખના રોકાણ પર મોબાઈલ ફોન તેમજ 10 લાખના રોકાણ પર સ્માર્ટ ટીવીનું ઈનામ આપવામાં આવતુ હતું. માહિતી મુજબ આ સ્કીમ વર્ષ 2016થી ચાલતી હતી. 2020માં સમગ્ર ગુજરાતમાં ઠગાઈની જાળ બિછાવવામાં આવી હતી.

વધુ વાંચો : PM મોદી ફરી આવશે ગુજરાત પ્રવાસે, બે દિવસ સુધી આ કાર્યક્રમોમાં આપશે હાજરી

ભૂપેન્દ્ર સિંહ ઝાલા છે માસ્ટરમાઈન્ડ

આ છેતરપિંડીનો માસ્ટરમાઈન્ડ ભૂપેન્દ્ર સિંહ ઝાલા છે જેમણે એજન્ટો રોકીને શિક્ષકો, ખેડૂતો, પોલીસકર્મીઓ અને નિવૃત્ત કર્મચારીઓ સાથે એકના ડબલની લાલચ આપીને કોરોડ઼ો રૂપિયાની ઠગાઈ કરી છે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપીએ પોતાનો પ્રભાવ સ્થાપિત કરવા માટે રાજકારણીઓ સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. મોટા નેતાઓ સાથે તેમનો ઘરેબો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

BZ Group BZ Ponzi scheme Legislative Assembly
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ