બ્રેકિંગ ન્યુઝ
Dharmishtha
Last Updated: 03:05 PM, 17 November 2019
ADVERTISEMENT
આ વખતની ચૂંટણીમાં 80 ટકા મતદાન થયું
શ્રીલંકા પોડુજાના પેરમુન ( SLPP)નાં ઉમેદવાર ગોતાબેયા રાજપક્ષે રાષ્ટ્રપતિ ઈલેક્શનમાં જીતી ગયાં છે. તેમણે 53-54 ટકા વોટ મેળવ્યાં છે. બીજી તરફ ન્યૂ ડેમોક્રેટિક ફંટ(NDF)નાં સાજિત પ્રેમદાસા બીજા નંબરે આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે શ્રીલંકામાં શનિવારે રાષ્ટ્રપતિ ચૂંટણીનું મતદાન કરવામાં આવ્યું હતું. શ્રીલંકામાં કુલ 25 જિલ્લા છે. જે 9 પ્રાંતમાં છે. શ્રીલંકાનાં 8માં રાષ્ટ્રપતિની પસંદગી કરવા માટે 1.6 કરોડ લોકોમાંથી 80 ટકા લોકોએ મતદાન કર્યું હતું.
ADVERTISEMENT
વર્ષ 2015 કરતા ઓછું મતદાન થયું
તમિલ- બહુલ ઉત્તર પ્રાંતમાં 70 ટકા મતદાત નોંધાયું છે. બીજી તરફ જાફના જિલ્લામાં 66 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે પૂર્વમાં યુદ્ધ ગ્રસ્ત કિલિનોચ્ચી જિલ્લામાં 73 ટકા, મુલ્લાતિવુ માં 76 ટકા, વાવુનિયામાં 75 ટકા અને મન્નારમાં 71 ટકા લોકો મતદાન થયું છે. આ આંકડો વર્ષ 2015ની ચૂંટણી કરતાં થોડો ઓછો છે. તે વખતે 81.52 ટકા મતદાન નોંધાયુ હતું.
Congratulations @GotabayaR on your victory in the Presidential elections.
— Narendra Modi (@narendramodi) November 17, 2019
I look forward to working closely with you for deepening the close and fraternal ties between our two countries and citizens, and for peace, prosperity as well as security in our region.
ઉલ્લેખનીય છે કે ગોતાબયાની જીત બાદ પીએમ મોદી સહીત અનેક મહાનુભાવોએ તેમને શુભેચ્છા પાઠવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.