બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / તમારા કામનું / ટોયલેટ સીટ પર પડી ગયા છે જિદ્દી પીળા ડાઘ? મિનિટોમાં સફેદી આવી જશે, આટલું કરો

Cleaning Tips / ટોયલેટ સીટ પર પડી ગયા છે જિદ્દી પીળા ડાઘ? મિનિટોમાં સફેદી આવી જશે, આટલું કરો

Last Updated: 02:36 PM, 5 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટોયલેટને સાફ રાખવું જરૂરી છે, નહીં તો તમે બીમાર પડી શકો છો. અને તેની વાસ તમને પરેશાન કરી શકે છે.

ઘરના ટોયલેટની નિયમિત રીતે સફાઈ કરવી જરૂરી છે. નહીં તો ઘરમાં તેની ખરાબ વાસ અને માંદગી પણ આવી શકે છે. કેમ કે ટોયલેટમાં અનેક હાનિકારક બેક્ટેરિયા મોજૂદ હોય છે. જે સ્વાસ્થ્ય ખરાબ કરી શકે છે. જો તમારું ટોયલેટ ગંદુ હોય અને  મેહમાન આવે ત્યારે તમારી ઈમ્પ્રેશન પણ ખરાબ પડી શકે છે. તમારા ટોયલેટને આસાન રીતથી ચમકાવી શકો છો.

  • સોડા
    ગંદા ટોયલેટને સાફ કરવા માટે બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે 4 ચમચી સોડા લઈને અડધા કપ પાણીમાં ભેળવીને પેસ્ટ બનાવી લેવી. ત્યાર બાદ આ પેસ્ટને ટોયલેટ સીટ પર રેડવી. એને થોડા સમય માટે છોડી દેવું. 15-20 મિનિટ પછી તેને બ્રશની મદદથી સાફ કરી દો. જિદ્દી ડાઘા દૂર થઈ જશે.

વધુ વાંચો : રાત્રે વારંવાર તરસ લાગતી હોય તો ચેતજો! નજરઅંદાજ કર્યું તો હોસ્પિટલના ધક્કા ખાતા થાકશો

  • ગ્લિસરીન અને વિનેગર

ટોયલેટને વ્યવસ્થિત રીતે સાફ કરવા માટે ગ્લિસરીન અને વિનેગરનો ઉપયોગ કરી શકાય છે. જેના માટે એક કપ ગ્લિસરીનમાં સફેદ વિનેગર મિક્સ કરવું. ત્યાર બાદ તેમાં થોડું લીંબુ એડ કરવું. આ મિક્ષને એક સ્પ્રે બોટલમાં ભરીને તેને ટોયલેટ પર સ્પ્રે કરવું. તેનાથી જૂના ડાઘા અને બેક્ટેરિયા દૂર થઈ જશે.

  • બોરેક્સ - લીંબુ
    બોરેક્સ - લીંબુના ઉપયોગથી તમારું ટોયલેટ મિનિટોમાં જ ચમકવા લાગશે. તેના માટે 3 - 4 ચમચી બોરેક્સ પાવડર લો અને તેમાં લીંબુ રસ મિક્સ કરીને ટોયલેટ પર છાંટી દો. તેને અડધો કલાક માટે રાખી કપડાંથી સાફ કરી દો. થોડી જ વારમાં તમારું ટોયલેટ ચમકવા લાગશે.
PROMOTIONAL 4
  • ક્લીનિંગ ટેબલેટ
    ટોયલેટ સાફ કરવા માટે ક્લીનિંગ ટેબલેટનો પણ ઉપયોગ કરી શકાય છે. તેનાથી ડાઘા અને બેક્ટેરિયા પણ સાફ થશે. તેના ઉપયોગ માટે બ્રશની પણ જરૂર નથી પડતી. ક્લીનિંગ ટેબલેટના પેકેટ પર સફાઈના લખેલા સ્ટેપ્સને ફોલો કરીને સફાઈ કરી શકો છો.

સંકળાયેલા મુદ્દાઓ

Toilet Vinegar Cleaning Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ