gorakhpur ssp suspended 8 policemen for lapse in security of cm yogi adityanath
BIG NEWS /
UP: CM યોગી આદિત્યનાથ અને જેપી નડ્ડાની સુરક્ષામાં ચૂક, 8 પોલીસ જવાન સસ્પેન્ડ
Team VTV07:23 PM, 11 Jun 22
| Updated: 07:29 PM, 11 Jun 22
ગોરખપુર એસએસપીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની સુરક્ષામાં ચૂકના કારણે 8 પોલીસ જવાનોને સસ્પેન્ડ કરી દીધા છે.
BJP પ્રમુખ જેપી નડ્ડા યુપીમાં પહોંચ્યા હતા
સીએમ યોગી આદિત્યનાથ તેમને રિસીવ કરવા એરપોર્ટ ગયા હતા
આ દરમિયાન થઈ હતી સુરક્ષામાં ચૂક
ગોરખપુર એસએસપીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની સુરક્ષામાં ચૂકના કારણે 8 પોલીસ જવાનોને સસ્પેન્ડ કરી દીધા છે. VVIP રૂટ વ્યવસ્થામાં લાપરવાહી કરવાના કારણે SSPએ આ મોટી કાર્યવાહી કરી છે. સસ્પેન્ડ થનારામાં ઈંસ્પેક્ટર, એક સબ ઈંસ્પેક્ટર, 4 પુરુષ અને 2 મહિલા કોન્સ્ટેબલ છે. ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જેપી નડ્ડા શુક્રવારે ગોરખપુર પહોંચ્યા હતા, જ્યાં એરપોર્ટ પર તેમના સ્વાગત માટે સીએમ યોગી આદિત્યનાથ પહોંચ્યા હતા. ત્યાંથી પાછા ફરતી વખતે સુરક્ષામાં ચૂક થઈ હતી. જે બાબતને ધ્યાનમાં લેતા ગોરખપુર એસએસપીએ 8 પોલીસ જવાનોને સસ્પેન્ડ કરી દીધા છે.
એરપોર્ટથી પરત ફરતા થઈ હતી ચૂક
પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, આ પોલીસકર્મીઓની ડ્યૂટી સુરક્ષા વ્યવસ્થા માટે એરપોર્ટ ગેટ પર લગાવામા આવી હતી. VVIP સુરક્ષા વ્યવસ્થા દરમિયાન મૂવમેંટને ઝીરો કરી દેવામાં આવે છે, પણ જ્યારે સીએમ યોગી આદિત્યનાથ ભાજપ પ્રમુખને રિસીવ કરીને પાછા ફરી રહ્યા હતા, ત્યારે તેમના કાફલાની સામે અમુક ગાડીઓ આવી ગઈ હતી, સુરક્ષામાં થયેલી આ ચૂકને લઈને ગોરખપુર એસએસપીએ 8 પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દીધા છે.