બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / 50 ગ્રામની કિંમત 850,00,00,000 રૂપિયા, ચોંકી ઉઠ્યો સમગ્ર દેશ, શું છે જાણી તમને પણ લાગશે નવાઈ
Last Updated: 08:25 PM, 9 August 2024
બિહારના ગોપાલગંજથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં પોલીસે ત્રણ દાણચોરો પાસેથી એક પદાર્થ કબજે કર્યો છે જેની માત્ર 50 ગ્રામની કિંમત લગભગ 850 કરોડ રૂપિયા છે. ગોપાલગંજ પોલીસે 850 કરોડ રૂપિયાના કેલિફોર્નિયા પદાર્થ સાથે ત્રણ તસ્કરોની ધરપકડ કરી છે.
ADVERTISEMENT
संदिग्ध 50 ग्राम Californium रेडियोएक्टिव पदार्थ के साथ 3 तस्कर गिरफ्तार@bihar_police @BiharHomeDept @DigSaran @swarnprabhat516 #HainTaiyaarHum pic.twitter.com/TnyULfKurq
— Gopalganj Police (@GopalganjPolice) August 9, 2024
રિકવર થયેલા કેલિફોર્નિયાનું વજન માત્ર 50 ગ્રામ છે. બાતમીના આધારે પોલીસે આ તસ્કરોને પકડવા માટે કુચાયકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બલથરી ચેકપોસ્ટ પર નાકાબંધી ગોઠવી હતી. દરમિયાન ત્રણેય તસ્કરો 50 ગ્રામ કિંમતી રેડિયોએક્ટીવ પદાર્થ કેલિફોર્નિયા સાથે ઝડપાયા હતા. આ માલની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં આશરે ₹850 કરોડ હોવાનો અંદાજ છે.
ADVERTISEMENT
ન્યુક્લિયર પાવરના ઉત્પાદનમાં ઉપયોગ
રેડિયોએક્ટીવ પદાર્થ કેલિફોર્નિયા કયા સ્વરૂપમાં ઉપયોગમાં લેવાનો હતો તે જાહેર કરવામાં આવ્યું નથી. વરિષ્ઠ પોલીસ અધિકારીઓની ટીમ તેની તપાસ કરી રહી છે. આ મામલામાં ગોપાલગંજના એસપી સ્વર્ણ પ્રભાતે કહ્યું કે STF, SOG 7, DIU અને કુચાયકોટ પોલીસ સ્ટેશનની પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહીમાં 50 ગ્રામ કેલિફોર્નિયમ સાથે ત્રણ તસ્કરોની ધરપકડ કરવામાં આવી છે. એસપીએ કહ્યું કે કેલિફોર્નિયમ મૂલ્યવાન રેડિયોએક્ટીવ પદાર્થ છે. તેનો ઉપયોગ ન્યુક્લિયર રિએક્ટરમાંથી ન્યુક્લિયર પાવરના ઉત્પાદનમાં થાય છે.
વધું વાંચોઃ NIAને મળી મોટી સફળતા, UAEથી ભારત લવાયો બબ્બર ખાલસાનો ખૂંખાર આતંકી
પરમાણુ ઉર્જા વિભાગને કરાઇ જાણ
એસપીએ જણાવ્યું હતું કે જપ્ત કરાયેલા રેડિયોએક્ટિવ પદાર્થના સંચાલન અને વધુ તપાસ માટે એફએસએલની વિશેષ ટીમને બોલાવવામાં આવી છે. આ સિવાય પરમાણુ ઉર્જા વિભાગને પણ જાણ કરવામાં આવી છે. પકડાયેલો દાણચોર છોટે લાલ પ્રસાદ યુપીના કુશીનગર જિલ્લાના તમકુહિરાજનો રહેવાસી છે, જ્યારે ચંદન કુમાર ગુપ્તા અને ચંદન રામ ગોપાલગંજના રહેવાસી છે. આ તસ્કરોએ આ પદાર્થ ક્યાંથી મેળવ્યો હતો અને તેઓ તેનો ઉપયોગ શેના માટે કરવાના હતા તેની તપાસ કરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT