PAAS કન્વીનર ગોપાલ ઇટાલિયાની આણંદ પોલીસે સુરતથી કરી ધરપકડ

By : admin 03:10 PM, 24 January 2019 | Updated : 03:10 PM, 24 January 2019
PAAS કન્વીનર ગોપાલ ઈટાલિયાની આર્મ્સ એક્ટના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. આણંદ અને સુરત ક્રાઈમબ્રાંચની પોલીસે ગોપાલ ઈટાલિયાને સુરતથી ઝડપી લીધો છે. મહત્વનું છે કે ગોપાલ ઈટાલિયા વિરુદ્ધ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટનો ગુનો દાખલ થયો હતો.

ગોપાલ ઈટાલિયા પર ફેસબુક પર વીડિયો અપલોડ કરવાનો આરોપ છે. આ વીડિયોમાં ગોપાલ ઈટાલિયા ફાયરિંગ કરતો નજરે પડ્યો હતો. આ ગુનામાં આણંદ જિલ્લા પોલીસે સુરત ક્રાઈમબ્રાંચની મદદ લઈને ગોપાલ ઈટાલિયાને ઝડપી લીધો છે.

મહત્વનું છે કે ગોપાલ ઈટાલિયા પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલો છે. આ અગાઉ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ પર હુમલો કરી ચૂક્યો છે. હાર્દિક પટેલના નજીકના વ્યક્તિઓમાંના એક તરીકે ગોપાલ ઇટાલીયાને ગણવામાં આવે છે.

સુરત પાસના કન્વીનર ગોપાલ ઇટાલિયા દ્વારા સોશિયલ મીડિયમાં કથિત રીતે દેશી બનાવટની બંદુકમાંથી ફાયરિંગ કરવાનો વીડિયો પોસ્ટ કરવાના મામલે તેમજ દહેશત ફેલાવવા માટેનું વાતાવરણ ઉભુ કરવા અંગેની ફરિયાદ વિદ્યાનગરના એક એન્જિનયરિંગ વિદ્યાર્થી દ્વારા વલ્લભ વિદ્યાનગર પોલીસ મથકે કરતાં આજે સુરતથી પાસ કન્વીનર ગોપાલ ઇટાલીયાની ધરપકડ કર્યા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.Recent Story

Popular Story