બ્રેકિંગ ન્યુઝ
VTV / ટેક અને ઓટો / google will delete gmail account if not active why google is doing
Bijal Vyas
Last Updated: 06:38 PM, 5 June 2023
ADVERTISEMENT
Google will delete Gmail account:અત્યારે કોઇ એપલિકેશન ડાઉનલોડ કરવી હોય કે કોઇ માહિતી સર્ચ કરવી હોય કે પછી કોઇને ઇ-મેઇલ મોકલવો હોય, દરેક માટે ગૂગલ દરેકની પહેલી પસંદ છે. પરંતુ ઘણી વખત એક વ્યક્તિના જ એટલા એકાઉન્ટ બની જાય છે, કે તે અન્ય એકાઉન્ટનો તો ઉપયોગ પણ કરતો નથી. જેના કારણે ફ્રોડ અને એકાઉન્ટ હેક થવાની શક્યતા વધી જાય છે. તેના નિવારણ માટે જ ગૂગલે કંઇ વિચાર્યુ છે. જી, હાં ગૂગલે તાજેતરમાં જ આ ઇન-એક્ટિવ એકાઉન્ટને ડિલીટ કરવાનો નિર્ણય લીધો છે. જો કે આ એકાઉન્ટ્સને ડિલીટ કરતા પહેલા કંપની દ્વારા યૂઝર્સને નોટફિકેશન મોકલવા આવશે.
ક્યા એકાઉન્ટ થશે બંધ?
કંપની એ એકાઉન્ટ્સને ડિલીટ કરવાની છે, જે લાંબા સમયથી ઇન-એક્ટિવ છે. તેવામાં તે દરેક એકાઉન્ટ્સ સાથે જોડાયેલી માહિતી એટલે કે ફોટોઝ, કોન્ટેક્ટ અને બીજી ડિટેલ્સ પણ ડિલીટ થઇ જશે.
ADVERTISEMENT
શું થશે ફાયદો?
હવે સવાલ એ છે કે કંપની આમ શા માટે કરી રહી છે. હકીકતમાં આ એકાઉન્ટ્સને ડિલીટ કરવાનું કારણ કંપનીનું ફ્રી ક્રિએટ કરવુ છે.
સિક્યોરિટી થશે સારી
આ એકાઉન્ટના ડિલીટ કરવાનું કારણ માત્ર સર્વર પર સ્પેસ ક્રિએટ કરવુ જ નથી, સાથે કંપની યૂઝર્સની સિક્યોરિટીને પહેલાથી વધુ સારી કરી શકશે. આ કારણે જ ગૂગલે આ નિર્ણય લીધો છે.
હેકર્સ માટે સરળ ટાર્ગેટ
કંપનીનું માનીએ તો, બંધ પડેલા એકાઉન્ટ હેકર્સ અને ફ્રોડ્સ માટે સરળ ટાર્ગેટ હોય છે. આ કારણથી તે બે વર્ષથી વધારે સમયથી બંધ પડેલા એકાઉન્ટને હવે બંધ કરવાનું નક્કી કર્યુ છે.
મલ્ટી એક્સેસ કી
હકીકતમાં એક જીમેઇલ એકાઇન્ટથી ગૂગલની બીજી સર્વિસેસ પણ લિંક થાય છે. એક એકાઉન્ટ ક્રિએટ કરવાનો અર્થ છે કે તમને મલ્ટી-એક્સેસ પણ મળે છે.
ગુમાવી દેશો ડેટા
તેની મદદથી તમે YouTube, Google, Docs, Google Drive, Google Photos બીજી સર્વિસેસને એક્સેસ કરી શકશો. જો તમારુ એકાઉન્ટ ડિલીટ થશે તો તમે આ બધા ડેટા પણ ગુમાવી દેશો.
કેવી રીતે બચી શકાય
જો તમે ઇચ્છો છો કે તમારુ એકાઉન્ટ ડિલીટ ના થાય તો તમારે અમુક પગલા લેવા પડશે. તમારે તે એકાઉન્ટથી કોઇ એક ગૂગલ એપ્લિકેશનને ક્નેક્ટ રાખવી પડશે.
નહીં થાય ડિલીટ
આ ઉપરાંત ગૂગલ સર્ચને તે એકાઉન્ટથી ક્નેક્ટ રાખો અને પ્લે સ્ટોર માટે પણ તેનો જ ઉપયોગ કરો. તમે તેની મદદથી મેલ પણ મોકલી શકો છો. તેનાથી તમારુ એકાઉન્ટ એક્ટિવ રહેશે અને કંપની તેને ડિલીટ નહીં કરી શકે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.