લોકસભા ચૂંટણી માટે દેશભરમાં મતદાન ખતમ થયા બાદ રવિવારની સાંજનાં લોકસભા ચૂંટણીનાં એગ્ઝિટ પોલનાં આંકડાઓ પણ આવી ગયા. એગ્ઝિટ પોલનાં પરિણામો પર જો નજર નાખીએ તો કેન્દ્રમાં એનડીએની સરકાર બનતી દેખાઇ રહી છે. ત્યારે છેલ્લાં 24 કલાકોનાં ગૂગલ સર્ચનાં આંકડાઓ પર જો નજર નાખીએ તો નરેન્દ્ર મોદી કીવર્ડને રાહુલ ગાંધીનાં મુકાબલે 6 ઘણો વધારે સર્ચ કરવામાં આવ્યો છે.
ગૂગલ સર્ચમાં નરેન્દ્ર મોદીને 87 ટકા અને રાહુલ ગાંધીને 13 ટકા જ સર્ચ કરવામાં આવેલ છે પરંતુ આ સર્ચ રિઝલ્ટમાં એક ચોંકાવનાર રિઝલ્ટ પણ સામે આવેલ છે. હકીકતમાં નરેન્દ્ર મોદીને આ દરમ્યાન સૌથી વધારે તો પાકિસ્તાનમાં સર્ચ કરવામાં આવેલ છે.
પાકિસ્તાનમાં 88 ટકા લોકોએ સર્ચ કર્યુ નરેન્દ્ર મોદી...
ગૂગલ સર્ચ રિઝલ્ટ અનુસાર 19મે 2019ની સાંજનાં 4:26 મીનિટથી લઇને 20મેનાં રોજ બપોર 11:22 વાગ્યા સુધી નરેન્દ્ર મોદી કીવર્ડને સૌથી વધારે સર્ચ કર્યો. નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી કીવર્ડને સૌથી વધારે પાકિસ્તાન, ભારત, બાંગ્લાદેશ, અમેરિકા અને કેનેડામાં સર્ચ કરવામાં આવેલ છે. 20મેનાં રોજ 11:22 વાગ્યે સર્ચ રિઝલ્ટમાં નરેન્દ્ર મોદી સર્ચનો પોઇન્ટ 90 અને રાહુલ ગાંધીનાં 13 પોઇન્ટ રહ્યાં.
હવે ક્ષેત્રનાં હિસાબથી ગૂગલ સર્ચ પર નજર નાખીએ તો નરેન્દ્ર મોદી કીવર્ડ પાકિસ્તાનમાં સૌથી વધુ (88%) સર્ચ થયો હતો, જ્યારે રાહુલ ગાંધી કીવર્ડ પાકિસ્તાનમાં 12 ટકા જ સર્ચ કરાયો. બીજી બાજુ ભારતમાં 87 ટકા લોકોએ નરેન્દ્ર મોદીને અને 13 ટકા લોકોએ રાહુલ ગાંધીને સર્ચ કર્યા. બાંગ્લાદેશની વાત કરીએ તો નરેન્દ્ર મોદીની સર્ચની ટકાવારી 83 ટકા છે અને રાહુલ ગાંધીની 17 ટકા છે. આ ઉપરાંત, અમેરિકામાં નરેન્દ્ર મોદી 82 ટકા સર્ચ થયેલ છે અને રાહુલ ગાંધી 18 ટકા સર્ચ થયેલ છે. ત્યારે બીજી બાજુ કેનેડામાં નરેન્દ્ર મોદી 79 ટકા અને રાહુલ ગાંધી 21 ટકા જ સર્ચ કરવામાં આવ્યાં.