બ્રેકિંગ ન્યુઝ
VTV / Tech & Auto / ટેક અને ઓટો / ચોરના હાથમાં જતા જ સ્માર્ટફોન થઇ જશે લૉક, ખૂબ જ કામ આવશે Googleનું આ ફીચર
Last Updated: 04:10 PM, 8 October 2024
આ વર્ષની શરૂઆતમાં Googleએ Android યુઝર્સ માટે નવું થેફ્ટ પ્રોટેક્શન ફિરચ અનાઉન્સ કર્યું હતું. તેમાં ડિવાઈસ ચોરી થવાની સ્થિતિમાં ડેટા એકદમ સિક્યોર રહે છે. ગુગલના આ નવા ફિચરમાં થેફ્ટ ડિટેક્શન લોક, ઓફલાઈન ડિવાઈસ લોક અને રિમોટ લોક શામલ છે. જો કોઈ ફોન ચોરી કરી લે તો ડિવાઈસ પોતાની જાતે જ લોક થઈ જાય છે.
ADVERTISEMENT
કયા યુઝર્સને મળશે ફિચર
ADVERTISEMENT
ગુગલનું નવું ફિચર અમેરિકામાં યુઝર્સ માટે રોલઆઉટ થવાનું શરૂ થઈ ગયું છે. થોડા દિવસ પહેલા બ્રાઝીલમાં પણ તેને લોન્ચ કરવામાં આવ્યું હતું. આવનાર દિવસોમાં આ ફિચરને બધા દેશોના એન્ડ્રોઈડ યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવશે.
થેફ્ટ ડિટેક્શન લોક
એન્ડ્રોઈડ થેફ્ટ પ્રોટેક્શન ફિચર ચોરી થયેલા ફોનની જાણકારી મેળવવા માટે AIની મદદ લે છે. જો ફોન ચોરી થયો હોય તેવી હરકત દેખાય તો તે પોતાની જાતે જ ફોન સ્ક્રીનને લોક કરી દે છે. જેનાથી ચોર તમારા સ્માર્ટફોનના ડેટા સુધી સરળતાથી પહોંચી ન શકે અને ડેટા સેફ રહે.
ઓફલાઈન ડિવાઈસ લોક
જો કોઈ ચોર ચોરી કરેલા ડિવાઈસને લાંબા સમય સુધી ડિસ્કનેક્ટ કરવાનો પ્રયત્ન કરશે તો ઓફલાઈન ડિવાઈસ લોક સુવિધા ડિવાઈસના ગ્રિડથી બહાર થવા પર પણ સ્ક્રીનને પોતાની જાતે લોક કરી દે છે. જેને ફરીથી અનલોક કરવા માટે પિન નાખવાની રહે છે.
વધુ વાંચો: તમારો મોબાઈલ જ તમારો સૌથી મોટો દુશ્મન! વધુ પડતા ઉપયોગથી કેન્સર સહિતની બીમારીઓનું જોખમ
રિમોટ લોક ફિચર
રિમોટ લોક સુવિધા તમારા કોઈ બીજા ડિવાઈસનો ઉપયોગ કરીને ફક્ત પોતાના ફોન નંબર અને એક ક્વિક સિક્યોરિટી ચેલેન્જની સાથે ફોનને લોક કરવાની સુવિધા આપે છે. ગુગલ અનુસાર તમે પોતાના ગુગલ એકાઉન્ટનો ઉપયોગ કરીને ફાઈન્ડ માય ડિવાઈસ દ્વારા પણ ફોનને શોધી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.