Google Maps Will Now Show You The Nearest EV Charging Point
સુવિધા /
Google Maps હવે તમને ઈલેકટ્રિક કારના ચાર્જિંગ સ્ટેશનનું લોકેશન પણ બતાવશે
Team VTV05:05 PM, 23 Dec 19
| Updated: 05:24 PM, 23 Dec 19
જો તમે ગૂગલ મેપ્સનો ઉપયોગ કરો છો અને તમારી પાસે ઇલેક્ટ્રિક કાર કે સ્કુટર છે, તો તમારા માટે સારા સમાચાર છે. વાહનની બેટરી ચાર્જ કરવાની જરુર પડે તેની હવે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે હવે ગૂગલ મેપ્સ તમને કહેશે કે તમારી નજીકમાં ઇલેક્ટ્રિક કારનું ચાર્જિંગ સ્ટેશન ક્યાં છે.
આગામી સમયમાં ઓટોમોબાઈલ ક્ષેત્રે ઇલેક્ટ્રિક કારનું ભવિષ્ય ઉજ્જવળ દેખાઇ રહ્યું છે અને આવનારો સમય ઇલેક્ટ્રિક વાહનોનો હશે તેમ પણ નિષ્ણાતો કહી રહ્યા છે. ભારતીય કાર કંપનીઓ ઇલેક્ટ્રિક કાર પર કામ કરી રહી છે. સરકાર અને કાર કંપનીઓ ઇલેક્ટ્રિક કાર ચાર્જ કરવા માટે ઘણા વિસ્તારોમાં ચાર્જિંગ સ્ટેશન બનાવી રહી છે. ઇલેકટ્રિક વાહનો પર સરકાર ખાસ છુટછાટ પણ આપી રહી છે.
જેના પગલે ગૂગલે તેની મેપ એપ્લિકેશન્સમાં ઇલેક્ટ્રિક કાર ચાર્જિંગ સ્ટેશનનું લોકેશન બતાવવાનું પણ નક્કી કર્યું છે. ગૂગલ મેપ્સમાં તમારે ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન શોધવાનું રહેશે. ગૂગલ મેપ્સ તમને જણાવે છે કે કયું ચાર્જિંગ સ્ટેશન ચાલુ છે અને કયુ બંધ છે.
નોંધનીય છે કે ગૂગલે થોડા દિવસો પહેલા મેપમાં ટ્રાન્સલેશન ફિચર ઉમેર્યું છે, જેની મદદથી ગૂગલ મેપ્સ મુસાફરોની સુવિધા માટે સ્થાનિક ભાષામાં વિદેશી સ્થાનોના નામ જણાવશે. આ સિવાય મેપ સ્થાનિક ભાષામાં સ્થાન વિશે સંપૂર્ણ માહિતી પણ પ્રદાન કરશે. આ માટે ટૂંક સમયમાં એન્ડ્રોઇડ અને આઇફોન માટે ગૂગલ મેપ્સનું અપડેટ આપાવમાં આવશે. ગૂગલે પોતાના બ્લોગમાં આ નવા ફિચર વિશે માહિતી આપી છે.
ગૂગલે તેના બ્લોગમાં લખ્યું છે કે, 'ગૂગલ મેપ્સ એપ્લિકેશન કોઈ સ્થળના નામ પર ક્લિક કરશે ત્યારે સ્પીકર ચાલુ થશે અને તમને તે સ્થાન વિશે સંપૂર્ણ માહિતી આપશે.ગૂગલ ટ્રાન્સલેશન મેપ્સમાં લીંક કરી દેવાયું છે. ઉપરાંત, એપ્લિકેશનમાં ટેક્સ્ટ-ટુ-સ્પીચ ટેકનોલોજી આપમેળે તમારા ફોનની ભાષા શોધી કાઢશે અને તમને તે જ ભાષામાં માહિતી આપશે.