બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / Google યુઝર્સને આપે છે ફ્રી સર્વિસ, તો પણ દર મિનિટે 20000000 ની કમાણી, જાણો કેવી રીતે
Last Updated: 05:53 PM, 8 August 2024
Google ના નામથી અત્યારે કોઈ વ્યક્તિ અજાણ નથી. કોઈપણ પ્રકારની માહિતી જોઈતી હોય તો દરેક વ્યક્તિ Google સર્ચ એન્જીનનો ઉપયોગ કરે છે. એટલું જ નહી કંઇક સર્ચ કરીએ તો પણ Google કર્યું એમ બોલીએ છીએ. આ પ્લેટફોર્મ પર તમારે કોઈ પ્રકારની માહિતી જોઈતી હોય તો બિલકુલ ફ્રીમાં મળી રહે છે. Googleમાં સર્ચ કરવા માટે કોઈ સબસ્ક્રીપ્શનની જરૂર પડતી નથી. તમે ગમે તે ફ્રીમાં સર્ચ કરી શકો છો. તમારા મનમાં પ્રશ્ન તો થયો હશે કે Google માહિતી ફ્રીમાં આપવા છતાં પણ તેની આવક અરબો કઈ રીતે છે? Google દર મીનીટે 2 કરોડ રૂપિયાથી વધુ આવક કેવી રીતે કરી શકે?
ADVERTISEMENT
Googleની દર મીનીટની આવક 2 કરોડ કેવી રીતે?
ADVERTISEMENT
રિપોર્ટ મૂજબ Googleની આવક દર મીનીટે 2 કરોડથી વધારે છે. ચાલો માની લઈએ કે Google દર મીનીટે 2 કરોડ કમાય છે, પણ પ્રશ્ન એ થાય કે સર્વિસ ફ્રીમાં આપવા છતાં કઈ રીતે પૈસા મેળવે છે? Googleની આવકનો મુખ્ય સ્ત્રોત Adevertisement છે.
Adevertisementથી કઈ રીતે આવક થાય?
ADVERTISEMENT
જો તમે Googleમાં કોઈ માહિતી મેળવવા માટે સર્ચ કરો છો તો તમને તમારા સર્ચ રિઝલ્ટ સાથે ADS એટલે કે Adevertisement આવે છે. જેમાં અમુક વિડીયો આવે છે જે Skip પણ કરી શકતા નથી, આ સિવાય ADS પણ આવતી હોય છે. આ ADS આપનારી કંપનીઓ પોતાની બ્રાન્ડને પ્રમોટ કરવા માટે Googleને Adevertisement માટે રકમ ચુકવે છે. એટલા માટે Googleની આવકનો મુખ્ય સ્ત્રોત Adevertisement છે.
ADVERTISEMENT
YouTubeથી પણ મેળવે છે આવક
આજના સમયમાં લગભગ બધા જ લોકો YouTubeમાં વિડીયો જુએ છે. કોઈપણ સમસ્યાનું નિરાકરણ YouTube પર વિડીયો જોવાથી મળી જાય છે. વિડીયો જોતા હોઈએ ત્યારે ADS આવતી હોય છે. આ ADS વિડીયો સ્વરૂપે હોય છે, જેમાં અમુક વિડીયો સ્કિપ કરી શકાય છે અને અમુક સ્કિપ કરી શકતા નથી. જેનાથી Googleને કમાણી થાય છે. જોકે YouTubeમાં અમુક સર્વિસનો લાભ લેવા માટે સબસ્ક્રીપ્શન જરૂરી છે. જેના માટે YouTubeને પૈસા આપવા પડે છે.
ADVERTISEMENT
વધુ વાંચો: તમામ લોકો માટે ફ્રી થયું Google Photosનું AI ફીચર, આ 4 સરળ રીતથી કરો ઉપયોગ
Google PlayStore દ્વારા પણ કમાણી
ADVERTISEMENT
Googleની કેટલીક સર્વિસ પેઇડ હોય છે. જેમાં Clouds અને પ્રીમિયમ કન્ટેન્ટનો સમાવેશ થાય છે. Android OS પણ Googleનું છે. હાલ મોટાભાગનાં સ્માર્ટફોનમાં Android OS હોય છે, જેના માટે યુઝર્સને અલગથી પૈસા દેવા નથી પડતા, પરંતુ ફોન કંપનીઓ Android OS માટે ખર્ચ કરતી હોય છે. Google Play Storeથી પણ કમાણી કરે છે, જેમાં યુઝર્સ પાસેથી કોઈ પૈસા લેવામાં નથી આવતા, પરંતુ એપ્સના ડેવલપર્સને પોતાની એપ્સને Play Store પર મુકવા માટે રૂપિયા ચૂકવવા પડે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.