સૌથી મોટા સર્ચ એન્જિન Google તરફથી કમાણી કરવાની તક આપવામાં આવી રહી છે. Google પોતાની વીડિયો કોલિંગ એપ Duoનો ઉપયોગ વધારવા મથી રહી છે. એ માટે Google એક રિવર્ડ પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. જેમાં 9000 રૂપિયા સુધીની કમાણી કરી શકાય છે. Google Support અનુસાર આ માટે Duo યૂઝરે નવા યૂઝર્સને જોડવા પડશે. જો તમારા તરફથી મોકલવામાં આવેલું ઇનવિટેશનને એક્સેપ્ટ કરવામાં આવશે તો તમને કેશ રિવર્ડ મળશે જે Google Pay તરફથી સીધા તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે.
નવા યૂઝરને જોડવા માટે મળશે રિવર્ડ:
ભારતીય ફોન નંબર અને ભારતીય બેન્કમાં એકાઉન્ટ હશે તો એપથી પહેલો કોલ કરતા કેશ રિવર્ડ હાંસલ કરી શકાશે. સાથે જ Google Duoનું ઇનવાઇટ મોકલીને પણ કેશ રિવર્ડ કરી શકાશે. જો યૂઝર પહેલાથી Google Duoનો ઉપયોગ કરે છે તો રિવર્ડ મળશે નહીં. એટલે કે યૂઝર નવો હોવો જોઇએ. જો નવા યૂઝર તમારું ઇનવાઇટ સ્વીકારે તો બન્નેને કેશ રિવર્ડ મળશે. જ્યારે નવો યૂઝર પોતાનું એકાઉન્ટ એક્ટિવેટ કરશે તો તેને અને તમને 1000 સુધીના રિવર્ડનું એક સ્ક્રેચ કાર્ડ મળશે.
કેશ રિવર્ડ મેળવવા માટે શું કરવું પડશે:
જો તમે Duoના નવા યૂઝર છો તો યૂનિક ઇનવાઇટ લિંક મોકલવા માટે Duo એપમાં Invite frendsમાં જઇને Share invite લિંક પર ક્લિક કરવાની રહેશે. ઇનવાઇટેડ વ્યક્તિ એપ પર રજિસ્ટર કર્યા બાદ રિવર્ડ સંબંધિત એક ઇમેઇલ લિંક ઇનવાઇટ મોકલનાર યૂઝરને મળશે. તેને ટેપ કરો અને Redeem rewards પર ક્લિક કરો. ત્યારબાદ કેશ સીધું તમારા લિંક્ડ એકાઉન્ટમાં ટ્રાન્સફર થઇ જશે.
કેટલું મળશે રિવર્ડ:
તેમાં યૂઝર વધુમાં વધુ 30 રિવર્ડ જીતી શકે છે અને દરે સ્ક્રેચ કાર્ડની લિમિટ 1000 રૂપિયા છે. રિવર્ડ્સ માત્ર એન્ડ્રોઇડ યૂઝર્સને જ મળશે સાથે જ આ કેશ રિવર્ડ્સનો ફાયદો ઉઠાવવા માટે તમારા ફોનમાં Google Pay હોવું જોઇએ.