Google App Closing: If you can't get lost while traveling, you can't take Google's help, this app is closing
OMG /
Google App Closing: મુસાફરીમાં ભટયા રસ્તો તો નહીં લઈ શકો ગૂગલની મદદ, બંધ થવા થઈ રહી છે આ એપ
Team VTV07:47 PM, 02 Nov 22
| Updated: 07:48 PM, 02 Nov 22
ગૂગલે તેના યુઝર્સને મોટો ઝટકો આપ્યો છે કારણ કે હવે તમે ગૂગલની આ એપનો ઉપયોગ કરી શકશો નહીં, તેને બંધ કરવામાં આવી રહી છે.
ગૂગલે સ્માર્ટ ફોન માટે ઘણી બધી એપ્લીકેશન બનાવી છે
રસ્તો શોધવા માટે તમે ગૂગલની મદદ નહી લઈ શકો
એપના સપોર્ટને થોડાક જ દિવસમાં બંધ કરવામાં આવશે
ગૂગલ એક સર્ચ એન્જિનની જેમ કામ કરે છે. આ કંપનીએ સ્માર્ટ ફોન માટે ઘણી બધી એપ્લીકેશન બનાવી છે. જેનો દુનિયામા ઘણા લોકો ઉપયોગ કરે છે. આ લીસ્ટમાં એવી જ એપ્લીકેશનનો ઉલ્લેખ છે. જેનો તમે રસ્તો શોધવા માટે ઉપયોગ કરતા હતા. તો આવો જાણીએ આપણે કઈ એપ્લીકેશન વિશે વાત કરી રહ્યા છીએ. ત્યારે આગામી સમયમાં હવે આ એપ્લીકેશનની મદદથી તમે રસ્તો પણ નહીં શોધી શકો. આવો જાણીએ એ કઈ એપ્લીકેશન છે જેને ગૂગલ આગામી સમયમાં બંધ કરવા જઈ રહ્યું છે અને તેને બંધ કરવા પાછળનું કારણ શું...
મુસાફરીમાં અટવાઈ ગયેલા લોકો હવે નહીં લઈ શકે ગૂગલની મદદ!
જો આપ વિચારી રહ્યા છો કે અમે અહીંયા કઈ એપની વાત કરી રહ્યા છીએ તો તમને જણાવી દઈએ કે અમે ગૂગલ મેપ્સ નહીં પરંતું ગૂગલ સ્ટ્રીટ વ્યૂ એપની વાત કરી રહ્યા છીએ. જેને આગામી દિવસોમાં એપ પરથી હટાવવામાં આવશે. આ એપના સપોર્ટને થોડાક જ દિવસોમાં બંધ કરી દેવામાં આવશે.
Google Street View App ને બંધ કરવા પાછળનું કારણ
આવો જાણીએ કે સ્માર્ટફોનમાં ક્યા કારણથી એપ બંધ કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે ગૂગલ સ્ટ્રીટ વ્યુ એપને આ કારણથી બંધ કરવામાં આવી રહી છે. કેમ કે, થોડાક સમય પહેલા જ સ્ટ્રીટ વ્યૂ ફીચરને ગૂગલ મેપની એપ પર ઈંટરોડ્યૂસ કરી દેવામાં આવી છે. એના કારણે ગૂગલ સ્ટ્રીટ વ્યૂ એપનો કોઈ અર્થ નથી. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે એવું કહેવામાં આવ્યું છે કે Google સ્ટ્રીટ વ્યૂ એપ આઈફોન અને એન્ડ્રોઈડ યુઝર્સ માટે માર્ચ 2023 સુધીમાં સંપૂર્ણપણે બંધ થઈ જશે.