બ્રેકિંગ ન્યુઝ
VTV / good news youth staff selection commission will soon recruit 42 thousand posts
Last Updated: 09:15 AM, 20 June 2022
ADVERTISEMENT
સ્ટાફ સિલેક્શન કમિશન ટૂંક સમયમાં જ 15,247 પદ પર નિમણૂંક પત્ર જાહેર કરવાની પ્રક્રિયા પુરી કરશે. આ પત્ર આગામી થોડા મહિનાની અંદર અલગ અલગ વિભાગે દ્વારા જાહેર કરવામાં આવશે. પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરોએ એક ટ્વિટ કરીને આ સમાચારની પુષ્ટિ કરી છે.
More employment opportunities in Government of India as #SSC to soon complete process for issuance of appointment letters for 15,247 posts; letters to be issued by different departments in the next couple of months.
— PIB India (@PIB_India) June 19, 2022
1/n
ADVERTISEMENT
PIBએ એવું પણ કહ્યું છે કે, ડિસેમ્બર 2022 પહેલા 42,000 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. એસએસસીએ પોતાની આગામી પરીક્ષાઓ માટે 67,768 ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવાની યોજના તૈયાર કરી છે.
Furthermore, 42,000 appointments to be completed before December 2022.#SSC has drawn up plans to further fill up 67,768 vacancies for its forthcoming examinations immediately
— PIB India (@PIB_India) June 19, 2022
2/2
આ સમાચાર એવા સમયે આવ્યા છે, જ્યારે દેશમાં અગ્નિપથ યોજનાને લઈને હિંસા અને વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ત્યારે આવા સમયે વિશ્લેષકોનું માનવું છે કે, એસએસસીની આ જાહેરાત રોજગારની શોધમાં લાગેલા યુવાનો માટે એક ઉત્તમ મોકો બની શકશે.
અહીં ઉલ્લેખનીય છે કે, 14 જૂન 2022ના રોજ પ્રધાનમંત્રી મોદીએ એલાન કર્યું છે કે, આગામી 1.5 વર્ષમાં કેન્દ્ર સરકારના અલગ અલગ મંત્રાલયોમાં અને વિભાગોમાં 10 લાખ પદો પર ભરતી પ્રક્રિયા કરવામાં આવશે. આ જ ક્રમમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે યુવાનોને વધારે મોકો આપતા ત્રણ સેનામાં ભરતી કરવા માટે અગ્નિપથ નામની યોજનાની શરૂઆત કરી છે. જે યોજના અંતર્ગત આગામી થોડા સમયમાં ચાર વર્ષ માટે સેનામાં નોકરી કરવાનો અવસર મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.