બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / તમારા કામનું / કેન્દ્ર સરકારે આપી ખુશખબર, આધાર લિંક કરાવ્યા વગર પણ મળશે ફ્રી રાશન

E-KYC / કેન્દ્ર સરકારે આપી ખુશખબર, આધાર લિંક કરાવ્યા વગર પણ મળશે ફ્રી રાશન

Last Updated: 08:47 PM, 12 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકાર દર મહિને આશરે 80 કરોડ લોકોને રાશન આપે છે. પરંતુ આ યોજનામાં કેટલીક ગેરરીતિ ચાલતી હોવાનું સામે આવતા કેન્દ્રએ આધારકાર્ડ સાથે રાશનકાર્ડ કરવાનો આદેશ કર્યો હતો. અગાઉ 30 સુધી આધાર લિંક કરાવી દેવાનું હતું પરંતુ સરકારે આ તારીખ લંબાવી છે.

જે લોકોને રાશનકાર્ડ પર પાંચ કિલો અનાજ મળે છે તેમના માટે એક ખુશખબર સામે આવી છે. કેન્દ્ર સરકારે આવા લોકોને એક રાહત આપી છે. કેમ કે સરકારે આધાર કાર્ડ સાથે રાશનકાર્ડને લિંક કરવાનો સમયગાળો વધારી દીધો છે. ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રિબ્યૂશન ડિપાર્ટમેન્ટે એક નોટિફિકેશન બહાર પાડી આધાર સાથે લિંક કરવાની તારીખ લંબાવી 30 સપ્ટેમ્બર કરી દીધી છે.

આધાર સાથે રાશનકાર્ડ લિંકની તારીખ લંબાવાઈ

અગાઉ 30 જૂન સુધી આધાર સાથે રાશનકાર્ડ લિંક કરાવી દેવાની છેલ્લી તારીખ હતી. પરંતુ હવે ફરી તારીખ લંબાવતા લાભાર્થીઓને સપ્ટેમ્બર સુધી કોઈ અડચણ નહી પડે. અગાઉ અનેક વખત આ તારીખ લંબાવવામાં આવી છે. સરકારે જ્યારે "વન નેશન વન રાશન કાર્ડ"ની જાહેરાત કરી હતી ત્યારે જ આધાર સાથે લિંક કરવાનું જરૂરી બનાવી દીધું હતું. કેમ કે સરકારને અનેક ગેરરીતિની ફરિયાદો મળી હતી. જેમાં કેટલાક લોકો અલગ અલગ જગ્યાએ રાશનકાર્ડ રાખી યોજનાનો લાભ લેતા હતા અને કેટલાક લોકો કોઈ સભ્યનું અવસાન થઈ ગયું હોય છતાંય તેના નામે રાશન લેતા હતા. આવી ગેરરીતિઓને રોકવા રાશનકાર્ડ લિંક કરવાનો આદેશ કરાયો હતો.

30 સપ્ટેમ્બર સુધી મળશે બેરોકટોક રાશન

અગાઉ જ્યારે આધાર સાથે લિંક કરવાની તારીખ 30 જૂન રાખવામાં આવી હતી ત્યારે કહેવામાં આવ્યું હતું કે, જેને પણ રાશનકાર્ડ સાથે આધાર લિંક નહીં કરાવ્યું હોય તેને 30 જૂન બાદ રાશન મળવાનું બંદ થઇ જશે. હવે આ તારીખને ફરી લંબાવી તારીખ 30 સપ્ટેમ્બર સુધી કરી દેવામાં આવી છે. આથી લાભાર્થીને બેરોકટોક 30 સપ્ટેમ્બર સુધી 5 કિલો રાશન મળશે.

વધુ વાંચો: હવે ગમે ત્યારે કેન્સલ કરી શકશો પોલિસી, કંપનીએ પરત કરવા પડશે રૂપિયા, IRDAIનો મોટો નિર્ણય

કોરોના મહામારી વખતે યોજના કરી હતી શરૂ

કોરોના મહામારી વખતે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKY) શરૂ કરી હતી. જેમાં ગરીબ અને ઓછી આવકવાળા લોકોને સસ્તા ભાવે રાશન આપવાનું હતું અને પાંચ કિલો અનાજ મફત આપવાનું હતું. આ યોજનાને વર્ષ 2023માં 2028 સુધી લંબાવી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, રાશનકાર્ડને આધારકાર્ડ સાથે ઓનલાઇન લિંક કરાવી શકાય છે. તમે રાજ્યની PDS સિસ્ટમની વેબસાઈટ પર જઈને આધાર સાથે જોડવાના ઓપ્શનને પસંદ કરીને લિંક કરી શકો છો. જેમાં તમારે આધારકાર્ડ, રાશનકાર્ડ અને મોબાઈલ નંબરની વિગત નાખવાની હોય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Aadhaar Card Ration Card Free Ration
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ