બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / પોલીસની તૈયારી કરતા યુવાનો માટે ખુશખબર, આ સમયગાળામાં 14 હજારથી વધુની ભરતી થશે જાહેર
Last Updated: 09:43 PM, 14 February 2025
Gujarat Police : પોલીસમાં ભરતી થવા ઇચ્છતા યુવાઓ માટે ખુશીના સમાચાર આવ્યા છે. ગુજરાતમાં ઑગસ્ટથી સપ્ટેમ્બર મહિના સુધીમાં 14 હજારથી વધુ પદ પર ભરતી જાહેર કરાશે. બીજા ફેઝની 14,283 પદ પરની ભરતી પ્રક્રિયા સપ્ટેમ્બર 2026 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. પોલીસમાં ખાલી રહેલ જગ્યા અને ભરતી મામલે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર દ્વારા સોગંદનામું કરી આ માહિતી આપવામાં આવી છે.
ADVERTISEMENT
રાજ્યમાં પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. પોલીસમાં ખાલી પડેલી જગ્યા અને ભરતી મામલે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર દ્વારા રજૂ કરેલ સોગંદનામામાં આ માહિતી આપવામાં આવી છે. સરકારે આપેલ માહિતી અનુસાર બીજા ફેઝની 14,283 પદ પરની ભરતી પ્રક્રિયા સપ્ટેમ્બર 2026 સુધીમાં પૂર્ણ કરાશે. 25,660 માંથી ખાલી રહેલ આ 14,283 પદ માટે ભરતીની જાહેરાત ઑગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિનામાં બહાર પડાશે. ગુજરાત હાઇકોર્ટના ચીફ જજ સુનિતા અગ્રવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેન્ચે પોલીસની સંખ્યા અને ભૂમિકાને લઈને દાખલ કરાયેલી સુઓમોટો પિટિશન મામલે આજે સુનાવણી હાથ ધરાઈ હતી.
ADVERTISEMENT
સરકારે વધુમાં જણાવ્યું કે પ્રથમ ફેઝની 11000 થી વધુ પદ માટે ભરતી પ્રક્રિયા હાલ ચાલુ છે, જેમાં ફિઝિકલ પરીક્ષા ચાલી રહી હોવાની જાણ કોર્ટને કરાઈ હતી. પ્રથમ ફેઝની ભરતીમાં જુલાઈ સુધીમાં લેખિત પરીક્ષા લેવાયા બાદ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરાશે.
આ પણ વાંચોઃ CCTV: રાજકોટમાં ધોરણ 10ના વિદ્યાર્થીએ શાળામાં છરી કાઢી, કારણ સમાજ માટે લાલબત્તી સમાન
પોલીસ ભરતીમાં બાકી રહેલી 14283 જગ્યા માટે બીજા ફેઝની પ્રક્રિયાની ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં નોટિફિકેશન જાહેર કરાશે તેવું જણાવ્યું છે. જ્યારે પ્રથમ ફેઝ એટલે કે હાલની ભરતીના 7.45 લાખ ઉમેદવારની લેખિત પરીક્ષા મે યોજાશે, જેના પરિણામ જુલાઈ મહિનામાં જાહેર કરાશે.'
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.