બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / તમારા કામનું / ટેક્સ ભરનારા માટે ફાયદારૂપ સમાચાર, રિબેટ 87A અંગે હાઈકોર્ટેનો મહત્વનો ચુકાદો
Last Updated: 06:48 PM, 13 January 2025
જો તમે ટેક્સ પેયર માં રિબેટ 87A માં આવો છો તો તમને હવે લાભ મળશે, અમદાવાદના CA ચિંતન પટેલ ની પહેલ બાદ અન્યની PILમાં રિબેટ 87Aનો લોકો માટે મુંબઈ હાઈકોર્ટે એક ચુકાદો આપ્યો છે. મુંબઇ હાઇકોર્ટ મુંબઇ ચેમ્બર્સ ની PILપર ચુકાદો આવતા લાખો ટેક્સ પેયર્સ ને રિબેટમાં ફાયદો થશે.
ADVERTISEMENT
સીએ ચિંતન પટેલના જણાવ્યા પ્રમાણે 7 લાખ ઇન્કમ માં શોર્ટ ટર્મ અને લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન ભરનાર ને અત્યાર સુધી રિટર્નમાં લાભ મળતો ન હતો. જેને લઈને તેમણે ઓક્ટોબર 2024માં PIL કરી હતી. જોકે ગુજરાત હાઈકોર્ટે અસરકર્તાને રિટ કરવાનું કહેતા ચિંતન પટેલે PIL પરત ખેંચી હતી. .
બાદમાં ચિંતન પટેલના કલાઇન્ટે ડિસેમ્બર 2024માં રિટ કરી. જે બાદ મુંબઇ હાઇકોર્ટમાં મુંબઇ ચેમ્બર્સ દ્વારા PIL ફાઇલ કરાઈ હતી. મુંબઈની PIL પર ડિસેમ્બરમાં ચુકાદો આવતા 2025 માં તેનો લાભ શરૂ થયો છે. જેના કારણે ઇન્કમટેક્સ યુટિલિટી માં ફેરફાર કરતા હવે 7 લાખ નીચેની આવકના સ્પેશ્યલ ટેક્સ પેયરને લાભ મળશે.
ADVERTISEMENT
2023 અને 24 માં ફાઇનાન્સિયલ વર્ષમાં શેર વેચનારને ટેક્સ રિબેટ ન મળ્યો હોય તેવા લોકોને સમય આપવામાં આવ્યો, જેઓ 15 જાન્યુઆરી સુધી રિબેટ માટે રિટર્ન રિવાઇઝ કરી ફાયદો લઇ શકશે. અને જો મુંબઈ હાઇકોર્ટ સમય મર્યાદા વધારે તો વધુ સમય લાભ મળી શકે બાકી 15 જાન્યુઆરી સુધી પ્રોસેસ થઈ શકશે. જે ચુકાદાથી આ કેટેગરીમાં આવનાર લોકોએ ખુશી પણ વ્યક્ત કરી...
આ પણ વાંચોઃ શું છે ઓલ્ડ પેન્શન સ્કીમ, ન્યૂ પેન્શન સ્કીમ અને યૂનિફાઈડ પેન્શન સ્કીમ? નોકરિયાત ખાસ નોટ કરી લેજો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.