બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:42 PM, 23 May 2025
વંદે ભારત સ્લીપર ટ્રેનની રાહ જોઈ રહેલા મુસાફરો માટે સારા સમાચાર છે. ભારતીય રેલ્વે ટૂંક સમયમાં દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન શરૂ કરવા જઈ રહી છે. આ ટ્રેનનું અનાવરણ સપ્ટેમ્બર 2024 માં રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કર્યું હતું. આ ટ્રેન BEML દ્વારા ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવી છે.
ADVERTISEMENT
એક અહેવાલ મુજબ, ભારતીય રેલ્વે નવી દિલ્હી-સિકંદરાબાદ રૂટ સહિત ઘણા રૂટ પર આ ટ્રેન ચલાવવાની તૈયારી કરી રહી છે. રાજધાની અને દુરંતો એક્સપ્રેસ પછી, વંદે ભારત સ્લીપર આ રૂટ પર ત્રીજી પ્રીમિયમ ટ્રેન હશે. આ ટ્રેન નવી દિલ્હીથી સિકંદરાબાદ સુધીનું 1667 કિમીનું અંતર 20 કલાકથી ઓછા સમયમાં કાપશે.
વધુ વાંચો: રોહિત-વિરાટ પછી વધુ એક દિગ્ગજની ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત
ADVERTISEMENT
રૂટની સૌથી ફાસ્ટ ટ્રેન હશે
વંદે ભારત સ્લીપર ટ્રેનને 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ ટ્રેન શરૂ થયા પછી, વંદે ભારત સ્લીપર આ રૂટ પરની સૌથી ઝડપી ટ્રેન હશે. આ પછી રાજધાની અને દુરંતો એક્સપ્રેસ હશે.
નવી દિલ્હી-સિકંદરાબાદ વંદે ભારત સ્લીપર ટ્રેન આગ્રા કેન્ટ, ગ્વાલિયર, વીરંગના લક્ષ્મીબાઈ ઝાંસી, ભોપાલ, ઇટારસી, નાગપુર, બલ્હારશાહ અને કાઝીપત જંકશન સહિત અન્ય મુખ્ય સ્ટેશનો પર રોકાઈને તેની યાત્રા પૂર્ણ કરશે.
રિપોર્ટ અનુસાર, આ વંદે ભારત સ્લીપર ટ્રેનમાં કુલ 16 કોચ હશે. આમાં 11 થર્ડ એસી, 4 સેકન્ડ એસી અને 1 ફર્સ્ટ એસી કોચ હશે. થર્ડ એસી કોચનું ભાડું લગભગ 3600 રૂપિયા, સેકન્ડ એસી કોચનું ભાડું 4800 રૂપિયા અને ફર્સ્ટ એસી કોચનું ભાડું લગભગ 6000 રૂપિયા રહેવાની ધારણા છે. આ ટ્રેન નવી દિલ્હીથી રાત્રે લગભગ 08:50 વાગ્યે ઉપડશે, બીજા દિવસે આ ટ્રેન રાત્રે લગભગ 08:00 વાગ્યે સિકંદરાબાદ પહોંચશે તેવી ધારણા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.