બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / PPF ધારકો માટે ખુશખબર: મળશે ફિક્સ વ્યાજ, સાથે શેર બજારના ઉતાર-ચઢાવથી પણ મળશે છૂટકારો
Last Updated: 10:09 AM, 18 February 2025
જો તમે પણ પગારદાર વર્ગના છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. EPFO પોતાના કરોડો સભ્યોને નક્કી વ્યાજ દર આપવા માટે એક નવું રિઝર્વ ફંડ બનાવવાનો પ્લાન કરી રહ્યા છે. આ પગલાંથી PF ખાતાધારકો દર વર્ષે ચોક્કસ વ્યાજ મળી શકશે અને તેમણે બજારના ઉતાર-ચઢાવથી છુટકારો મળશે. આ ફંડને તૈયાર કરવા મટે શ્રમ રોજગાર મંત્રાલય અને EPFOના અધિકારીઓ ઇન્ટર્નલ રૂપે સ્ટડી કરી રહ્યા છે.
ADVERTISEMENT
બજારમાં એક નિશ્ચિત ભાગનું રોકાણ કરવામાં આવે છે.
હકીકતમાં, EPFO તરફથી PF ફંડનો એક નિશ્ચિત ભાગ બજારમાં ઇન્વેસ્ટ કરવામાં આવે છે. ઘણી વાર EPFO ના એક્સચેન્જ ટ્રેડેડ ફડં (ETF) અને અન્ય ઇન્વેસ્ટમેન્ટ પર રિટર્ન ઓછું મળે છે. EPFO સભ્યોને પણ આનો ભોગ બનવું પડે છે. જ્યાર શેરબજારમાં ઘટાડો જોવા મળે છે તો આની અસર EPFOના ઇન્વેસ્ટ પર મળતી રકમ પર પણ પડે છે. ઓછા રિટર્નના કારણે EPFOને PFના વ્યાજ દર પણ ઘટાડવામાં આવી શકે છે.
ADVERTISEMENT
આ હેઠળ સમસ્યાથી બચવા અંતે EPFO એવું ફંડ બનાવવાનો વિચાર કરી રહ્યું છે, જે ઇન્વેસ્ટ પર મળતા રિટર્નને સ્થિર રાખશે. આનાથી PF ખાતાધારકોને દર વર્ષે ચોક્કસ વ્યાજ મળી શકશે, પછી ભલે ગમે તેવી બજારની સ્થિતિ હોય.
કેવી રીતે કામ કરશે આ ફંડ?
અહેવાલો અનુસાર, EPFO આ યોજના હેઠળ દર વર્ષે મળતા વ્યાજનો એક ભાગ અલગ રાખશે અને તેને રિઝર્વ ફંડમાં જમા કરશે. જ્યારે પણ બજારમાં ઘટાડો થશે અને ઇન્વેસ્ટથી ઓછું રિટર્ન મળશે, ત્યારે આ ફંડનો ઉપયોગ કરીને વ્યાજ દરને સ્થિર રાખવામાં આવશે. આનાથી EPFOના સાત કરોડથી વધારે સભ્યોને ફાયદો મળશે.
ક્યારે થશે નિર્ણય?
અત્યારે પણ યોજના શરૂઆતી ચરણમાં છે. શ્રમ અને રોજગાર મંત્રાલય અને EPFO ના અધિકારીઓ આનો અભ્યાસ કરી રહ્યા છે. આગમાઈ ચારથી છ મહિનામાં આના પર ફાઇનલ નિણર્ય લેવામાં આવી શકે છે. જણાવી દઈએ કે 1952-53 આ જ્યારે EPFOને શરૂ કરવામાં આવ્યું હતું, તે સમયે PF માત્ર 3% વ્યાજ પર મળતું હતું. જે 1989-90 સુધી વધીને 12% થઈ ગયું અને 2000-01 સુધી જળવાઈ રહ્યું. આ બાદ સમયે-સમયે આમાં બદલાવ થાય. અત્યારે 2023-24 સુધી EPFO નું વ્યાજ 8.25% છે.
વધુ વાંચો: રોજ માત્ર 20 મિનિટ ડાન્સ કરો, ક્યારેય ડૉક્ટર પાસે નહીં જવું પડે, રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો
28 ફેબ્રુઆરી એ થશે મુખ્ય બેઠક
નાણાકીય વર્ષ 2024-25 માટે PF વ્યાજ દરને નક્કી કરવા માટે EPFOની કેન્દ્રીય ન્યાસી બોર્ડ (CBT) ની બેઠક 28 ફેબ્રુઆરીએ થશે. વ્યાજ દર સ્થિર રાખવા અથવા તેમાં થોડો વધારો કરવા અંગે ચર્ચા થઈ શકે છે. જોકે, વ્યાજ દરમાં ઘટાડો થવાની શક્યતા ખૂબ ઓછી હોવાનું કહેવાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.