બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:57 PM, 5 October 2024
NPSમાં રોકાણ કરનાર લોકો માટે એક મહત્વની ખબર આવી છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) NPSવાળા માટે T+0 સેટલમેન્ટ સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે. જેથી હવે ટ્રસ્ટી બેંકને મળનાર NPS યોગદાન કોઈપણ સેટલમેન્ટના દિવસે સવારે 11 વાગ્યા સુધીમાં (T) રોકાણ તે જ દિવસે કરી દેવામાં આવશે. આનાથી NPS રોકાણકારોને તે જ દિવસે નેટ એસેટ વેલ્યુ (NAV)નો ફાયદો મળશે.
ADVERTISEMENT
વધુ વાંચો : વાહ! હવે YouTubeથી કમાણી કરવી સરળ બનશે, સામે આવ્યું નવું અપડેટ
ટ્રસ્ટી બેંક દ્વારા પ્રાપ્ત રોકાણનું સેટલમેન્ટ આગલા દિવસે (T+1) ઇન્વેસ્ટ કરવામાં આવતું. તેનો અર્થ એ કે એક દિવસ પહેલા સુધી પ્રાપ્ત યોગદાનને બીજા દિવસે ઇન્વેસ્ટ કરવામાં આવતું. PFRDAએ જણાવ્યું કે કોઈપણ સેટલમેન્ટના દિવસે સવારે 9:30 વાગ્યા સુધી મળેલા યોગદાનને પહેલાથી જ તે દિવસે ઇન્વેસ્ટ માટે ગણવામાં આવતું. હવે સવારે 11 વાગ્યા સુધી પ્રાપ્ત યોગદાનની રકમ પણ લાગુ NAV સાથે તે જ દિવસે ઇન્વેસ્ટ કરવામાં આવી શકશે.
ADVERTISEMENT
PFRDAએ E - NPS માટે 'પોઇન્ટ ઓફ પ્રેઝન્સ' (POP), નોડલ ઓફિસ અને NPS ટ્રસ્ટોને સલાહ આપી કે તેમની NPS કામગીરીને સંશોધિત સમયરેખાના અનુરૂપ કરવામાં આવે. આનાથી કસ્ટમર યોગ્ય રીતે લાભ મેળવી શકશે. પહેલા એવું હતું કે,જમા કરાયેલા નાણાને ઇન્વેસ્ટ કરવામાં એક દિવસનું અંતર હોતું. કેમ કે તેમને આગલા કારોબારી દિવસમાં (T-1) રોકાણ કરવામાં આવતું.
હવે નવા નિયમો અનુસાર આ સિસ્ટમ પહેલા કરતા વધુ સારી બની ગઈ છે. હવે સવારે 11 વાગ્યા સુધી જમા કરવામાં આવેલા ડિ-રેમિટ પૈસા પણ તે જ દિવસે ઇન્વેસ્ટ કરી દેવામાં આવશે અને તે પણ તે દિવસે લાગુ પડતા નેટ એસેટ વેલ્યુ (NAV) મુજબ. PFRDAએ NPSમાં જલ્દી ફાયદા મળવા માટે કેટલાક ફેરફારો કર્યા છે. આ ફેરફારો બાદમાં NPSમાં ઇન્વેસ્ટનું કામ આસાન અને ઝડપી બનશે.
ઉલ્લેખનીય છે કે, પેન્શન રેગ્યુલેટરે વર્ષ 2023-24માં બિન-સરકારી ક્ષેત્રોમાં 9.47 લાખ નવા સબ્સ્ક્રાઇબર્સ ઉમેર્યા છે. જેનાથી NPSમાં રોકાણની રકમમાં 30.5% વધારો થયો છે. વાર્ષિક ધોરણે તે 11.73 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. 31 મે 2024 સુધી NPS સબસ્ક્રાઇબર્સની કુલ બેઝ 18 કરોડ છે. 20 જૂન 2024 સુધી અટલ પેન્શન યોજના (APY) હેઠળ કુલ સબસ્ક્રાઇબર્સ 6.62 કરોડને પર થઈ ગયા છે.જેમાંથી વર્ષ 2023-24માં 1.2 કરોડથી વધુ નોંધણી કરવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.