બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:42 PM, 31 December 2024
મસ્કના નિવેદનને નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું સમર્થન પણ મળ્યું છે. ટ્રમ્પે તેમના પ્રથમ કાર્યકાળમાં એટલે કે 2020માં આ કાર્યક્રમ પર પ્રતિબંધ મૂક્યો હતો. 'H-1B' વિઝા કાર્યક્રમના બચાવ માટે કોઈપણ હદ સુધી જવાનો સંકલ્પ લેનારા યુએસના અબજોપતિ ઉદ્યોગપતિ એલોન મસ્કે આ મુદ્દે પોતાનું વલણ નરમ કર્યું છે અને કુશળ વિદેશી કામદારોને યુએસ લાવવા માટે ઉપયોગમાં લેવાતી ખામીયુક્ત સિસ્ટમમાં સુધારા માટે આહવાન કર્યુ છે.
ADVERTISEMENT
ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE)નું નેતૃત્વ કરવા માટે મસ્ક અને ભારતીય-અમેરિકન ટેક્નોલોજી ઉદ્યોગસાહસિક વિવેક રામાસ્વામીની પસંદગી કરી છે. ગયા અઠવાડિયે મસ્કે તર્ક આપ્યુ હતુ કે તેની સ્પેસએક્સ અને ટેસ્લા જેવી ટેક કંપનીઓને વિદેશી કામદારોની જરૂર છે.
ADVERTISEMENT
મસ્કએ ગત સપ્તાહે એક્સ પર લખ્યુ કે, "હું અમેરિકામાં એવા ઘણા મહત્વપૂર્ણ લોકો સાથે છું જેમણે અમેરિકાને મજબૂત બનાવનારી સ્પેસએક્સ, ટેસ્લા અને સેકડો અન્ય કંપનીઓનું નિર્માણ કર્યુ છે. જેનું કારણ એચ-1બી વિઝા છે. મસ્કએ એક એક્સ યૂજરની પોસ્ટનો જવાબ આપતા પોતાના નિવેદનને પાછુ લીધુ હતું. જેમાં કહેવાયુ કે અમેરિકાને દુનિયાની સૌથી શ્રેષ્ઠ પ્રતિભાઓ માટેનું સ્થળ બનવું જોઇએ, પરંતુ તર્ક આપ્યો કે વર્તમાન 'H-1B' સિસ્ટમ ઉકેલ નથી.
હવે એલોન મસ્કે રવિવારે એક્સ પર એક પોસ્ટમાં કહ્યું કે ન્યુનતમ વેતનમાં ઉલ્લેખીત વૃદ્ધિ કરીને એચ-1બીને બનાવી રાખવા માટે વાર્ષિક લાગત જોડીને આસાનીથી ઠીક કરી શકાય છે. જેમાં ઘરેલુ સ્તરની તુલનામાં વિદેશોથી ભરતી કરવી વધુ મોઘી થઇ જશે. હું આ વાત પર બહુ સ્પષ્ટ છુ કે આ કાર્યક્રમ ત્રુટિપુર્ણ છે અને તેમાં મોટા સુધારાની આવશ્યકતા છે.
તમને જણાવી દઈએ કે 'H-1B' વિઝા એ નોન-ઇમિગ્રન્ટ વિઝા છે, જે અમેરિકન કંપનીઓને સૈદ્ધાંતિક અથવા તકનીકી કુશળતાની જરૂર હોય તેવા વિશિષ્ટ પ્રકારના વ્યવસાયોમાં વિદેશી કામદારોને નોકરી પર રાખવાની મંજૂરી આપે છે. ટેક્નોલોજી કંપનીઓ ભારત અને ચીન જેવા દેશોમાંથી દર વર્ષે હજારો કામદારોને હાયર કરવા માટે 'H-1B' વિઝા પર આધાર રાખે છે. આઇટી ઉદ્યોગ લાંબા સમયથી ઉચ્ચ કુશળ કામદારોને યુએસમાં આકર્ષવા માટે વધુ 'H-1B' વિઝાની માંગ કરી રહ્યો છે.
મસ્ક એકવાર 'H-1B' વિઝા પર નિર્ભર હતો અને તેની ઇલેક્ટ્રિક વાહન કંપની ટેસ્લાએ આ કાર્યક્રમનો ઉપયોગ કરીને કામદારોને રાખ્યા છે. તેણે ટેક્નોલોજી ઉદ્યોગને વિદેશી કામદારોની ભરતી કરવાની જરૂરિયાતનો બચાવ કર્યો.
આ પણ વાંચોઃ NRI / વિદેશમાં ફરનારાઓને હવે મોજ પડી જશે, બદલાઇ જશે વિઝાને લગતા આ નિયમો, થશે ફાયદો
મસ્કના નિવેદનને નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું સમર્થન પણ મળ્યું છે. ટ્રમ્પે 2020 માં તેમના પ્રથમ કાર્યકાળમાં આ પ્રોગ્રામ પર એમ કહીને પ્રતિબંધ મુક્યો હતો કે આ વ્યવસાયમાં અમેરિકિયોની જગ્યાએ ઓછા વેતનવાળા વિદેશી શ્રમિકોને રાખવાની અનુમતિ આપે છે. જોકે ટ્રમ્પે હવે કહ્યું હતું કે મને હંમેશાથી વિઝા પસંદ રહ્યા છે, હું હંમેશા વિઝાની તરફેણમાં રહ્યો છું. તેથી જ અમારી પાસે આ (H-1B વિઝા) છે."
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT