good News for gujarat narmada dam income start now for powerhouse
GOOD NEWS /
ગુજરાત માટે સારા સમાચાર: નર્મદાથી શરૂ થઈ કરોડોની આવક, જાણો કેવી રીતે
Team VTV02:22 PM, 16 Jun 20
| Updated: 02:24 PM, 16 Jun 20
ગુજરાત માટે લોકડાઉન બાદ હવે સારાસમાચાર આવ્યાં છે. સરદાર સરોવર નર્મદા ડેમ ની સપાટી વધતા 6 મહિનાથી બંધ પાવર હાઉસ ચાલુ કરતા કરોડો ની આવક શરૂ થઈ છે.
દરરોજ ની 17 મિલિયન વીજ યુનિટનું ઉત્પાદન
રૂા. 3.51 કરોજ઼ડની આવાક
સૌની યોજના હેઠળ સૌરાષ્ટ્રને પણ 7000 ક્યુસેક પાણી અપાયુ
ગુજરાત માટે સારા સમાચાર કહી શકાય કે નર્મદા બંધની જળ સપાટી હાલ એટલે કે જૂનની મધ્ય માં 127.70 મીટર થઈ છે જે આ સીઝનની સહુથી મહત્તમ સપાટી છે ઉપરાંત ઉપરવાસમાં મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ માં ચાલતા ટર્બાઇનને કારણે આજે પણ 29740 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે જેને કારણે હાલ છ માસ બાદ નર્મદા બંધના રીવેરબેડ પાવર હાઉસ અને કેનાલહેડ પાવર હાઉસના ટર્બાઇન પણ ધમધમી ઉઠ્યા છે.
દરરોજ ની 17 મિલિયન વીજ યુનિટનું ઉત્પાદન
જેને કારણે કુલ 29187 ક્યુસેક પાણીની જાવકથી થઇ છે આવક અને જાવક સરખી રહેતા હાલ નર્મદા બંધની જળ સપાટી સ્થિર છે પરંતુ હાલ જે નર્મદા બંધ ના જળવિદ્યુત મથકો ચાલે છે તેનાથી સરકારને દરરોજ ની 17 મિલિયન વીજ યુનિટ થી લગભગ રૂપિયા 3.51 કરોડની આવક પણ થઇ રહી છે એટલે કે ગઈ સીઝનના સારા વરસાદના પગલે ચાલુ સાલે પણ સારો વરસાદ રહેતા ડેમમાં પાણીનો વિપુલ જથ્થો સંગ્રહિત થી રહ્યો છે
સૌની યોજના હેઠળ સૌરાષ્ટ્રને પણ 7000 ક્યુસેક પાણી અપાયુ
ગુજરાતને આ વીજઉત્પાદન માંથી ગુજરાત ને16 ટકા, મધ્ય પ્રદેશ ને 57 ટકા અને મહારાષ્ટ્ર ને 27 ટકા વીજળી મળે છે. હાલમાં સૌની યોજના હેઠળ સૌરાષ્ટ્રને પણ 7000 ક્યુસેક પાણી આપવામાં આવે છે.