બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / good news for farmer mansukh mandaviya on fertilizer rate in gujarat

સારા સમાચાર / રાસાયણિક ખાતરના ભાવને લઈને મોટી જાહેરાત, ખેડૂતોને મળી સૌથી મોટી રાહત

Gayatri

Last Updated: 03:07 PM, 9 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામારીનો માર અને એમાં ખાતરનો ભાવ વધારો થતા ખેડૂતોને પડ્યા પર પાટુ જેવા હાલ થયા હતા ત્યારે હવે ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે.

  • ખાતર કંપનીઓ દ્વારા રાસાયણિક ખાતરમાં ભાવ વધારાનો મામલો
  • હાલ રાસાયણિક ખાતરના ભાવ નહીં વધે
  • મનસુખ માંડવિયાએ કહ્યું જૂના ભાવે જ મળશે ખાતર

હાલ રાસાણિક ખાતરના ભાવમાં નહીં કરાય કોઇ વધારો. ખાતરના જે ભાવ છે તે જ સ્થિર રહેશે. ખાતર કંપનીઓ દ્વારા રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કરવા અંગેની જાહેરાત બાદ કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયાનું નિવેદન સામે આવ્યું છે..તેમણે કહ્યું કે ખેડૂતોને હાલ જૂના ભાવે જ ખાતર આપવામાં આવશે. કોઇ ભાવ વધારો કરવામાં નહીં.

ખાતરમાં કરાયો હતો ભાવવધારો

રાસાયણિક ખાતરના ભાવમાં વધારો ઝીંકાયો હતો. ગઈકાલે જ કૃષિમંત્રી આર સી ફળદુએ કેન્દ્રિય કૃષિમંત્રી સાથે આ અંગે વીડિયો કોન્ફરન્સથી વાતચીત કરવાની વાત કરી હતી. ત્યારે આજે આ અંગે કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ આ અંગે મોટી જાહેરાત કરીને ખેડૂતોને સારા સમાચાર આપ્યા હતા. 

 

ખાતરમાં ભાવ વધારો પરત ખેંચવા માંગ

 

ખેડૂતને ખાતરની થેલી 1200 મળે તેવી રજૂઆત કૃષિ વિભાગે કરી હતી. દિલીપ સખીયાએ ભાવ વધારાને પરત લેવા માંગ કરી હતી. આ અંગે ખેડૂત આગેવાન જયેશ ડેલાટે પરસોત્તમ રૂપાલાને પત્ર પણ લખ્યો હતો અને ખેડૂતો દ્વારા સતત ખાતરમાં ભાવ વધારો પરત ખેંચવા માંગ કરવામાં આવી રહી હતી. 

વિઘામા 3 થેલી ખાતર ઉપયોગ થતા 1 હજાર મોંઘવારી ખેડૂતોના શિરે આવી

રાસાયણિક ખાતરમાં ભાવ વધતા ખેડૂતોનું બજેટ ખોરવાયું હતુ. 1 વિઘામા 3 થેલી ખાતર ઉપયોગ થતા 1 હજાર મોંઘવારી ખેડૂતોના શિરે આવી પડ્યો હતો. રાસાયણિક ખાતર અને દવાના ભાવ વધારા સામે ખેડૂત લાચારી અનુભવતો હતો. ઉપજ મુજબ ભાવ ન મળતા ખેડૂતો નુકસાની ભોગવી રહ્યા છે. હવે ખાતરમાં ભાવ વધારો થા ખેડૂત ચિંતિત બન્યા હતો. ખાતરના ભાવ વધારા કારણે ખેડૂતો પડ્યા પર પાટુ જેવી સ્થિતિ થઈ હતી. 
 
ખાતરના ભાવમાં કેટલો થયો હતો વધારો

  • ઇફકો કંપનીના ખાતરમાં ઝીકયો ભાવ વધારો
  • DAP ખાતરના 700 અને ASPમા 375 થયો વધારો
  • DAP ખાતરમાં 1200 જગ્યા 1900 રૂપિયા થયા
  • NPK (16) મા 1185 જગ્યાએ 1800 રૂપિયા થયા
  • NPK (26) મા 1175 જગ્યાએ 1775 રૂપિયા થયા
  • ASP મા  975 રૂપિયાના સ્થાને 1350 રૂપિયા ભાવ વધારો થયો

સંકળાયેલા મુદ્દાઓ

Mansukh Mandaviya fertilizer rate gujarat ખાતર ગુજરાત મનસુખ માંડવિયા Farmers
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ